For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo: ભારત પાછી આવેલી તનુશ્રી દત્તાનુ નિવેદન, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડતી રહીશ

બોલિવુડના ક્રાંતિવીર નાના પાટેકર પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તા વિદેશથી પાછી આવી ગઈ છે અને આવતા જ તેણે મીડિયામાં નિવેદન આપ્યુ છે કે તે ચૂપ બેસનારાઓમાંથી નથી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના ક્રાંતિવીર નાના પાટેકર પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તા વિદેશથી પાછી આવી ગઈ છે અને આવતા જ તેણે મીડિયામાં નિવેદન આપ્યુ છે કે તે ચૂપ બેસનારાઓમાંથી નથી. યૌન શોષણ સામે આ લડાઈ હજુ ચાલુ જ છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળી જાય તે લડતી રહેશે. અભિનેત્રીએ આ કેસમાં મુંબઈ પોલિસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

‘જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડતી રહીશ, ભલે ગમે તે થઈ જાય'

‘જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડતી રહીશ, ભલે ગમે તે થઈ જાય'

‘જુઓ ન્યાય તો હંમેશા થાય છે, કુદરત જ ન્યાય કરે છે, એક રીતે નહિ તો બીજી રીતે. જ્યાં વાત કાયદાના ન્યાયની છે, મે મારો કેસ ઑન રાખ્યો છે, જ્યાં સુધી મને એક લેવલની સંતુષ્ટિ અને ન્યાય નહિ મળે હું આ લડાઈ સતત લડતી રહીશ.'

મુંબઈ પોલિસે નાના પાટેકરને આપી ક્લીન ચિટ

મુંબઈ પોલિસે નાના પાટેકરને આપી ક્લીન ચિટ

તમને જણાવી દઈએ કે આ પહેલા અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે છેડતી કેસમાં હું આ વર્ષના જૂનમાં નાના પાટેકરને મોટી રાહત મળી હતી, મુંબઈ પોલિસે તેમને ક્લીનચિટ આપી દીધી છે ત્યારબાદ તનુશ્રી દત્તાએ પીએમ નરેન્દ્ર મોદીને ન્યાયની મદદ માંગી હતી.

આ પણ વાંચોઃ સલમાન ખાન સાથેના મનદુઃખ પર પહેલી વાર બોલી પ્રિયંકા ચોપડા, જાણો ‘ભારત' છોડવા પર શું કહ્યુઆ પણ વાંચોઃ સલમાન ખાન સાથેના મનદુઃખ પર પહેલી વાર બોલી પ્રિયંકા ચોપડા, જાણો ‘ભારત' છોડવા પર શું કહ્યુ

મોદીજી, તમારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતનુ સત્યઃ દત્તા

મોદીજી, તમારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતનુ સત્યઃ દત્તા

તનુશ્રી દત્તાએ નિવેદન જારી કરીને નાના પાટકરની એનજીઓ પર નિશાન સાધ્યુ હતુ. અભિનેત્રીએ કહ્યુ હતુ કે તમને ક્લીન ચિટ મળી ગઈ, આનો અર્થ એ નહિ કે તમે નિર્દોષ છે, આ પબ્લિક છે બધુ જાણે છે, તનુશ્રીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે મોદીજી, આ છે તમારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતનુ સત્ય.મોદીજી, દેશની દીકરીનુ એક ગુનેગાર દ્વારા ઉત્પીડન થયુ. તેના પર ભીડે હુમલો કર્યો, તેને ન્યાય નથી મળી રહ્યો. તેનુ નામ બદનામ કરવામાં આવી રહ્યુ છે, તેને ધમકીઓ મળી રહી છે. એક છોકરીનુ કરિયર બરબાદ કરી દેવામાં આવે છે. તેને એકાંતમાં જીવન જીવવા માટે દેશ પણ છોડવો પડે છે. તેમછતાં પોલિસ કહે છે કે ફરિયાદ ખોટી છે, આ છે તમારુ રામ રાજ્ય?

અહીં ગુનેગાર કાયદાને પણ ખરીદી લે છેઃ તનુશ્રી

અહીં ગુનેગાર કાયદાને પણ ખરીદી લે છેઃ તનુશ્રી

તનુશ્રીએ નિવેદનમાં કહ્યુ હતુ કે મારે બીજા દેશમાં જઈને નવેસરથી જીવન શરૂ કરવુ પડ્યુ. ભારતમાં કાયદો અને વ્યવસ્થા વેચાઉ છે. અહીં ગુનેગાર કાયદો, ન્યાય વ્યવસ્થાને કરોડો રૂપિયા લાંચ આપીને ક્લીન ચિટ ખરીદી શકે છે. વળી, મહિલા જો આની ફરિયાદ કરે તો તેને ધમકાવવા અને ભીડ દ્વારા તેના પર હુમલો કરવામાં આવે છે. મારે કેસ દબાવવા માટે બધાને કેટલા પૈસા મળ્યા છે.

English summary
tanushree dutta on nana patekar sexual harassment case i will keep fighting till i get justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X