
‘ભારત રેપની મહામારીથી પીડિત, બીજા દેશોમાં મહિલાઓ બિકિનીમાં રહે છે, તેમનો રેપ તો નથી થતો’
#MeToo કેમ્પેઈન હેઠળ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાએ બહુ તુલ પકડ્યુ અને બોલિવુડમાં આ કેમ્પેઈન હેઠળ શોષણની કહાનીઓ બહાર આવવા લાગી. એકથી એક હસ્તીઓ આની ઝપટમાં આવી ગઈ. તનુશ્રી એક વાર ફરીથી સામે આવી છે અને આ વખતે તેણે દેશમાં થઈ રહેલી ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. ઉન્નાવ રેપ કેસ વિશે તનુશ્રીએ કહ્યુ, 'આપણો મહાન દેશ ભારત ધીમે ધીમે બળાત્કારની મહામારીથી પીડિત થતો જઈ રહ્યો છે. ઉન્નાવ રેપ કેસ આ વાતનુ જીવતુ જાગતુ અને ભયાનક ઉદાહરણ છે.' વિસ્તારથી જાણો તેણે શું કહ્યુ.

અમુક લોકો એવા છે જે સંસ્કારી કલ્ચરનો રાગ આલાપે છે અને
તનુશ્રીએ સોમવારે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાત કહી. તેણે વાતને આગળ વધારતા કહ્યુ, ‘હાલમા મહિલાઓ અને બાળકો સાથે થતા રેપના સમાચારો મોટી માત્રામાં આવી રહ્યા છે. દહેજ માટે મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર પણ ઓછા નથી થઈ રહ્યા. આ ઉપરાંત પણ અમુક લોકો એવા છે જે સંસ્કારી કલ્ચરનો રાગ આલાપે છે અને ત્યારબાદ એ મહિલાઓને જજ કરે છે જે શોર્ટ્સ અને બિકિની પહેરે છે.'

બીજા દેશોમાં મહિલાઓ બિકિનીમાં રહે છે, તેમનો રેપ તો નથી થતો'
દુનિયાભરમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં મહિલાઓ સમુદ્ર કિનારે બિકિની પહેરીને પડી રહે છે પરંતુ તેમને ના તો કોઈ છેડે છે ના તેમનો રેપ થાય છે. તનુશ્રીએ આગળ કહ્યુ કે આપણા દેશના લોકોએ પોતાની મેન્ટાલિટી બદલવી પડશે. વાસ્તવમાં શરીરને ઢાંકવુ સમસ્યા નથી પરંતુ સમસ્યા છે આપણી સંકીર્ણ માનસિકતા. પોતાની આંખો ખોલો અને સમાજમાં ફેલાયેલા અંધકારને સમજવાની કોશિશ કરો. આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં આ જે દૂષિત હવા ફેલાયેલી છે તે આપણા સિદ્ધાંતોને ધ્વસ્ત કરવા પર આતુર છે. શહેર અને ગામ બંને જગ્યાએ ઘણી ઝડપથી રેપના કેસ વધી રહ્યા છે.
આ પણ વાંચોઃ મલાઈકાએ અરબાઝ સાથે શેર કર્યો પુત્ર અરહાનનો ફોટો, પાપાની કૉપી છે આ એકદમ

એક સમય આવશે જ્યારે આ અંધકાર દરેકને ભસ્મ કરી દેશે
તેણે આગળ કહ્યુ, ‘બળાત્કાર, અવસાદ, ડ્રગ્ઝ, યુવાનોની હત્યા કરી રહ્યા છે. માનવીય ખુશીમાં ભારે ઘટાડો કેમ આવ્યો છે? શું આપણે નૈતિક, ધાર્મિક અને સામાજિક મૂલ્યોને માનવીય મૂલ્યોથી ઉપર રાખ્યા છે? પછી આ તાર્કિક અંતિમ પરિણામ છે. અરાજકતા, દર્દ, પીડા અને આતંક! હવે લોકોને એ માસૂમિયતની સ્થિતિમાં લઈ જાવ જ્યાં તમે બાળકોની જેમ રહેતા હતા. પછી એક સમય આવશે જ્યારે દરેકને એક કે બીજી રીતે ભસ્મ કરી દેશે. 1.6 અબજ લોકોના દિમાગ અને વિચાર પ્રક્રિયાને નવીનીકૃત કરવાની જરૂર છે. આંતરિક પરિવર્તનની તત્કાળ જરૂર છે.'

આ હતો નાના પાટેકર પર આરોપ
તમને જણાવી દઈએ કે #MeToo મૂવમેન્ટ હેઠળ અભિનેતા નાના પાટેકર પર વર્ષ 2008માં આવેલી ફિલ્મ હૉર્ન ઓકે પ્લીઝના શૂટિંગ વખતે પોતાની સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એ પણ જણાવ્યુ હતુ કે કેવી રીતે નાનાએ એક ડાંસ સીકવન્સમાં ફેરફાર કરાવી તેનુ ઉત્પીડન કર્યુ હતુ.