કેજરીવાલ પર આધારિત નથી ‘ક્રેજીવાલા’: પ્રસાદ

Google Oneindia Gujarati News

આખા દેશમાં આવનારી લોકસભા ચૂંટણીની રાહ જોવાઇ રહી છે. જ્યાં રાજકીય દળો એકથી એક ચઢિયાતી રેલીઓ યોજીને પ્રચાર કરી મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, તો બીજી તરફ ફિલ્મ અને ટીવી જગત પણ મતદારોને જાગરુક કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.

arvind-kejriwal-murder
દેશના રાજનેતાઓ પર ફિલ્મ બનવી એ સામાન્ય વાત છે, પરંતુ ચૂંટણી પહેલા ફિલ્મ રજૂ થાય તો તે ખાસ બની જાય છે. તેથી તેલુગુ ફિલ્મ ‘ક્રેજીવાલા' ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આધારિત છે. જેનો વિરોધ ફિલ્મ નિર્દેશક મોહન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો છે.

ફિલ્મ નિર્દેશક મોહન પ્રસાદનું કહેવું છે કે હાસ્યથી ભરપૂર જેલુગુ ફિલ્મ ‘ક્રેજીવાલા' આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રમૂજી નકલ છે, પરંતુ આ ફિલ્મ તેમના પર આધારિત નથી. આ ફિલ્મ દેશમાં મતદાન માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે.

પ્રસાદે કહ્યું કે, હું સ્વિકારું છું કે પ્રચાર સંબંધી પોસ્ટર્સમાં એમ એસ નારાયણનો ગેટઅપ કેજરીવાલ જેવો છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય આપ નેતા પર ફિલ્મ બનાવવાનો નથી. આ ફિલ્મ થકી અમે લોકોને મત આપવા, પોતાના નેતા પંસદ કરવા અને પોતાનું ભાગ્ય જાતે જ બદલવા માટે પ્રેરિત કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, અમે માત્ર કેજરીવાલના ગેટ અપનો પ્રયોગ કર્યોચે. આ બધુ માત્ર કેટલીક જીજ્ઞાસા પેદા કરવા અને પાર્ટીની કેટલીક સારી વિચારધારા પર જોર આપવા માટે છે.

English summary
a spoof on Arvind Kejriwal, is not a film on the Aam Aadmi Party (AAP) leader but an effort to encourage voting in the country, says its director Mohana Prasad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X