For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ

હાલમાં જ બોલિવુડની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થયુ છે. ટ્રેલર સામે આવતા જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ બોલિવુડની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થયુ છે. ટ્રેલર સામે આવતા જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ ડૉ.મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત છે. મનમોબન સિંહના મૂક પ્રધાનમંત્રી હોવા અંગે પહેલેથી ટિપ્પણીઓ થતી આવી છે. એવામાં આ ફિલ્મ દ્વારા ઘણા મોટા ખુલાસા થવાના કયાસો લગાવવામાં આવી રહ્યા છે.

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

બધા જાણે છે કે મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે બંને વાર યુપીઓની સરકારમાં પ્રધાનમંત્રી પદ પર રહ્યા. આ દરમિયાન વિપક્ષે ક્યારેક તેમને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રોબોટ કહ્યા તો ક્યારેક કઠપૂતળી. હંમેશા કહેવાયુ કે માત્ર પીએમના પદ પર બેઠા છે જ્યારે બધુ સોનિયાની મરજીથી જ થાય છે. આ જ કારણ છે કે આ ફિલ્મ દ્વારા એવી વસ્તુઓ જ જનતા સામે આવે જેના માટે વિપક્ષ ઘણો ઉત્સાહિત છે. વળી, કોંગ્રેસને પોતાની છબી બગડવાનો ડર સતાવી રહ્યો છે.

ટ્રેલર પર નેતાઓનું નિવેદન

ટ્રેલર પર નેતાઓનું નિવેદન

સંજય બારુના પુસ્તક પર બનેલી આ ફિલ્મના ટ્રેલર અંગે વિવાદ છેડાયા બાદથી આના પર નેતાઓના અલગ અલગ નિવેદનો પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસના નેતાઓએ ફિલ્મને ભાજપનો એજન્ડા બતાવી દીધો છે. વાસ્તવમાં ટ્રેલર જોઈને માલુમ પડી રહ્યુ છે કે ફિલ્મમાં સોનિયાની છબીને ખોટી રીતે દર્શાવવામાં આવી છે અને આ વાત કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને બિલકુલ જામી નથી રહી. વળી, ભાજપ આ ટ્રેલરમાં બતાવવામાં આવેલ વસ્તુઓને યોગ્ય કહી રહ્યુ છે.

ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ

ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે ફિલ્મના ટ્રેલર માટે વિરોધ વ્યક્ત કરતા કહ્યુ છે કે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવી છે. વળી, તેમની માંગ છે કે ફિલ્મની રિલીઝ પહેલા તે એને જોવા ઈચ્છે છે. ફિલ્મમાં જે વસ્તુઓ ખોટી અને અયોગ્ય છે તેને હટાવી દીધા બાદ ફિલ્મ રિલીઝ થાય. તમને જણાવી દઈએ કે સંજય બારુના જે પુસ્તક પર આ ફિલ્મ બની છે તેના રિલીઝ સમયે પણ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિપક્ષે આ પુસ્તકની ઘણુ તૂલ આપ્યુ હતુ.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા શું સુધરશે ભારત-પાકના સંબંધો, આવશે નવો વળાંક?આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા શું સુધરશે ભારત-પાકના સંબંધો, આવશે નવો વળાંક?

English summary
this is why the accidental prime minister got stuck in controversy just after trailer release
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X