ટાઇગર અને દિશા IPL 2017માં ધૂમ મચાવવા છે તૈયાર

Written By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) એક એવી ટૂર્નામેન્ટ છે, જેમાં ક્રિકેટ ની સાથે બોલિવૂડ અને ગ્લેમર નો પણ તડકો જોવા મળે છે. મોટે ભાગે આઇપીએલની સિઝનમાં બોલિવૂડના કોઇકને કોઇક સિતારાઓ છવાયેલા જોવા મળે જ છે. ખાસ કરીને આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં વિવિધ સ્ટાર્સના પર્ફોમન્સ લોકોને ખૂબ આકર્ષિત કરે છે.

આ વખતે પણ આઇપીએલની ઓપનિંગ સેરેમનીની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. આઇપીએલના આયોજકો અનુસાર આ વખતે 8 ઓપનિંગ સેરેમની યોજવામાં આવી છે. જી હા, 8 અલગ-અલગ શહેરોમાં બોલિવૂડ સિતારાઓના પર્ફોમન્સ જોવા મળશે.

દિશા અને ટાઇગર

દિશા અને ટાઇગર

આ વખતની આઇપીએલ સેરેમનીમાં દિશા પટાણી અને ટાઇગર શ્રોફનું પણ પર્ફોમન્સ જોવા મળશે. બંન્ને પ્રેમી પંખીડાઓ પોતાના પર્ફોમન્સથી ધૂમ મચાવવા માટે તૈયાર છે અને આ માટે સખત મહેનત પણ કરી રહ્યાં છે. એક્શન અને ડાન્સમાં ટાઇગરને કોઇ ટક્કર આપી શકે એમ નથી, તો સામે દિશા પણ ખૂબ સુંદર ડાન્સર છે.

ટાઇગરે શેર કર્યો છે વીડિયો

રાજકોટમાં રમાનાર આઇપીએલ સેરેમનીમાં ટાઇગર શ્રોફનું પર્ફોમન્સ જોવા મળશે. આ માટેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. તેણે પોતાની તૈયારીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં ટાઇગર પ્રેક્ટિસ કરતો નજરે પડે છે.

'હર લડકી બ્યૂટીફુલ, કર ગઇ ચૂલ'

'હર લડકી બ્યૂટીફુલ, કર ગઇ ચૂલ'

ટાઇગરની ગર્લફ્રેન્ડ દિશા પટાણી પણ આઇપીએલ સેરેમનીમાં પરફોર્મ કરતી નજરે પડશે. દિશા પટાણી 'કપૂર એન્ડ સન્સ'ના સોન્ગ 'હર લડકી બ્યૂટીફુલ, કર ગઇ ચૂલ' પર ડાન્સ કરતી જોવા મળશે.

લવ બર્ડ્સ ટાઇગર અને દિશા

લવ બર્ડ્સ ટાઇગર અને દિશા

બોલિવૂડમાં ઘણા સમયથી ટાઇગર શ્રોફ અને દિશા પટાણી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો આવી રહી છે. બેમાંથી કોઇ મીડિયા સામે પોતાનું રિલેશન સ્વીકારવા તૈયાર નથી. આમ છતાં, તેઓ અવારનવાર એકબીજા સાથે પબ્લિક પ્લેસ પર દેખાતા રહે છે. થોડા સમય પહેલાં જ ટાઇગર શ્રોફ પોતાની આ ગર્લફ્રેન્ડને સારી ફિલ્મો મેળવવામાં હેલ્પ કરતો હોવાની વાતો પણ ફરતી થઇ હતી.

English summary
Tiger Shroff and Disha Patani to perform at IPL 2017.
Please Wait while comments are loading...