For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ વર્કરની રિયલ લાઈફ પર બની ફિલ્મ 'લવ સોનિયા', જુઓ દમદાર ટ્રેલર

સેક્સ વર્કરની લાઈફ પર બનેલ ફિલ્મ લવ સોનિયાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લોકોને ટ્રેલર ભારે પસંદ આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટર્સ, રાજનેતા અને અભિનેતાઓના જીવન પર તો ઘણી બધી ફિલ્મ બની ગઈ છે, પણ અત્યાર સુધી બૉલીવુડમાં સેક્સ વર્કરની જિંદગી પર લગભગ એકપણ ફિલ્મ નહીં બની હોય. જો કે હવે સેક્સ વર્કરની વ્યથાને પણ મોટા પડદે બતાવવામાં આવશે. ફિલ્મ 'લવ સોનિયા'નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવસ મનોજ બાજપાઈ, ઋચા ચઢ્ઢા, અનુપમ ખેર, ફ્રીડા પિંટો, ડેમી મૂર અને માર્ક ડુપ્લાસ જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે.

ટ્રેલર લૉન્ચ થયું

ટ્રેલર લૉન્ચ થયું

હ્યુમન ટ્રાફિકિંગ અને ગ્લોબલ સેક્સ ટ્રેડ નેટવર્ક જેવા મુદ્દા પર બની આ ફિલ્મ એવી સચ્ચાઈ સામે લાવશે જેને જોઈ તમારાં રુવાટાં ઉભાં થઈ તશે.

દેહ વ્યાપારમાં ધકેલી દે છે દીકરીને

દેહ વ્યાપારમાં ધકેલી દે છે દીકરીને

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે ગામની બે બહેનો જે એકબીજાની બહુ ક્લોજ હોય છે, પરંતુ તેના પિતા મોટી બહેનને વેચી દે છે. મોટી બહેન પ્રીતિને મુંબઈ લઈ જઈ તેની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. ત્યારે મોટી બહેનને શોધવા માટે 17 વર્ષની નાની બહેન સોનિયા ઘર છોડીને નીકળી પડે છે.

બહેનને શોધવા નીકળે છે સોનિયા

બહેનને શોધવા નીકળે છે સોનિયા

પ્રીતિને શોધવા માટે સોનિયા 17 વર્ષે જ દેહ વ્યાપારમાં જોડાઈ જાય છે, સોનિયાનો આ સફર સહેલો નથી હોતો, તે વિવિધ પ્રકારના લોકોને મળે છે.

મૃણાલ ઠાકુરની બૉલીવુડમાં એન્ટ્રી

મૃણાલ ઠાકુરની બૉલીવુડમાં એન્ટ્રી

આ ફિલ્મને ભારત, હોંગકોંગ અને લૉસ એન્જલસમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં ટીવી એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોનિયાનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં બૉલીવુડની સાથે હૉલીવુડના પણ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ બતાવવામાં આવી ચૂકી છે.

અહીં જુઓ ટ્રેલર

ફિલ્મ લવ સોનિયાનું ટ્રેલર.

English summary
unique film is on que to release in theater. trailer of film love sonia released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X