Shubhangi Atre : 19 વર્ષ બાદ પતિથી અલગ થઇ અભિનેત્રી શુભાંગી

TV Actress Shubhangi Atre : ભાભી જી ઘર પર હૈ ફેમ અભિનેત્રી શુભાંગી અત્રે તેના પતિ પિયૂષથી લગ્નના 19 વર્ષ બાદ અલગ થઇ ગઇ છે. બંનેના સંબંધ તુટવાનું કારણ અંગત મતભેદ હોવાનું સામે આવ્યું છે.

Shubhangi Atre : પ્રખ્યાત ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈ ફેમ અભિનેત્રી શુભાંગી અત્રેના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શુભાંગી અત્રે તેના પતિ પિયૂષથી લગ્નના 19 વર્ષ બાદ અલગ થઇ ગઇ છે. બંનેના સંબંધ તુટવાનું કારણ અંગત મતભેદ હોવાનું સામે આવ્યું છે.

Shubhangi Atre

એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હું અને મારા પતિ સાથે નથી રહેતા. પિયૂષ અને મેં અમારા લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. હું સમજું છું કે, મજબૂત લગ્ન માટે પરસ્પર આદર, વિશ્વાસ, સાથ અને મિત્રતા જરૂરી છે. બધું કામ ન આવ્યા બાદ, અમે એકબીજાને સ્પેસ આપવાનું નક્કી કર્યું અને અમારા અંગત જીવન અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય પર પહોંચવું સરળ ન હતું. તે હજૂ પણ મુશ્કેલ છે. પરિવાર હંમેશા મારી પ્રાથમિકતા છે, પરંતુ કેટલીકવાર સંબંધો પીડાય છે. જ્યારે લાંબા સમયથી ચાલતો સંબંધ તૂટી જાય છે, ત્યારે તે આપણને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે, પરંતુ તેની ભરપાઈ કરી શકાતી નથી.

તેની પુત્રી વિશે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, પિયૂષ અને મેં સાથે મળીને નિર્ણય લીધો છે કે, અમે અમારી 18 વર્ષની દીકરી આશી સામે કોઈ પણ જાતનો દ્વેષ રાખીશું નહીં. તે હંમેશા સાથે રહેશે, કારણ કે દીકરીને માતા અને પિતા બંનેનો પ્રેમ મળવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શુભાંગી અને પિયૂષના લગ્ન વર્ષ 2003માં ઈન્દોરમાં થયા હતા. બંનેને એક પુત્રી આશી છે. અભિનેત્રીના પતિ ડિજિટલ માર્કેટિંગમાં છે. ઘણી જગ્યાએ, અભિનેત્રીએ પહેલાથી જ તેના પતિ વિશે વાત કરી છે અને જણાવ્યું હતું કે, બંને વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા અને સંબંધોને સુધારવા માટે ઘણું કામ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X