For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુટીંગ દરમિયાન એસપીએ આવીને ભાંડી ગાળો, પૂજા ભટ્ટનો આરોપ

|
Google Oneindia Gujarati News

જયપુર, 21 જુલાઇ : નિર્દેશક અને અભિનેત્રી પૂજા ભટ્ટ ફિલ્મ નિર્માણ ટીમના સદસ્યો અને ઉદયપુરના એસપી સાથે બોલાચાલી થઇ ગઇ. પૂજાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ અધિકારીએ ફિલ્મના સેટ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો.

ભોપાલપુરાના એસએચઓ જ્ઞાનેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ઘટના એ સમયે ઘટી જ્યારે પૂજાની આવનારી ફિલ્મ 'બેડ'નું ઉદયપૂરના કલેક્ટરેટ પ્રાંગણમાં શુટિંગ ચાલી રહ્યું હતું. આ પ્રાંગણમાં ઉદયપુરના એસપી હરિપ્રસાદ શર્માનું પણ કાર્યાલય છે.

તેમણે જણાવ્યું કે પરિસરના કાર્યાલય બંધ હતા. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કઇ કામથી પોતાના કાર્યાલયમાં આવ્યા હતા પરંતુ ફિલ્મ નિર્માણ ટીમના સભ્યોએ શુટિંગના કારણે તેમને તેમના ચેમ્બરમાં જવાથી રોકી દીધા.

pooja bhatt
એસપીએ જણાવ્યું કે ટીમના સભ્યો તેમને ચેમ્બરમાં જવા ન્હોતા દેતા અને તેમણે મને મહેશ ભટ્ટ સાટે ફોન પર વાત કરવાનું જણાવ્યું. ભલે તેમણે અત્રે શુટીંગ કરવાની પરવાનગી લીધી હોય પરંતુ તેઓ અમને અમારા ચેમ્બરમાં જવા માટે રોકી શકે નહીં. સિંહે જણાવ્યું કે જોકે બોલાચાલી બાદ મામલો થાળે પડી ગયો અને ફિલ્મ નિર્માણ સભ્યો સામે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી અને એસપી પોતાના કાર્યાલમાં ચાલ્યા ગયા.

આ બધાની વચ્ચે પૂજાએ જણાવ્યું કે સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસે બે મિનિટ રાહ જોવા માટે કહેવાયું હતું, પરંતુ તેમણે ધમકી આપી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસ અધિકારીએ આ આરોપોનું ખંડન કર્યું હતું.

English summary
Film-maker and actress Pooja Bhatt today took to Twitter to lash out against a police officer who she accused of misbehaving with her film crew in Udaipur, Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X