• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ નામના ધરાવતા સ્ટાર્સના નામ-ના ધરાવતા સંતાનો!!!

|

મુંબઈ, 28 જૂન : બૉલીવુડના ગ્લૅમરસ જગતે દાયકાઓથી અનેક સુપર સ્ટાર્સ આપ્યાં છે અને તેમાંના કેટલાંક સુપર સ્ટાર્સે હાલ પણ પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. બીજી બાજુ આ સુપર સ્ટાર્સના સંતાનો બૉલીવુડમાં પ્રવેશ્યા તો મોટા ઉપાડે, પણ તેઓ પોતાના પિતાની જેમ સુપર સ્ટાર ન બની શક્યાં, બલ્કે સુપર ફ્લૉપ સાબિત થયાં.

બૉલીવુડમાં અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓએ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી અને તેમની સફળતાના બળે પોતાના સંતાનોને પણ ફિલ્મ ક્ષેત્રે ચલાવવાના પ્રયત્નો કર્યાં, પરંતુ અનેક સુપર સ્ટાર્સ તેમાં નિષ્ફળ નિવડ્યાં છે. વાત જ્યારે સુપર સ્ટારની જ થતી હોય, તો બૉલીવુડના બીજા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને જ લઈ લો. અમિતાભ બૉલીવુડમાં જે મુકામે પહોંચ્યાં, તો તેમના પુત્ર અભિષેક બચ્ચનની ફિલ્મ ક્ષેત્રે કોઈ મોટી ઉપલબ્ધિ નથી. અમિતાભ ઉપરાંત પણ અનેક સુપર સ્ટાર્સ છે કે જેઓ પોતે તો સફળ રહ્યાં, પરંતુ તેમના સંતાનો સુપર ફ્લૉપ સાબિત થયાં. જોકે તેમાં સુનીલ દત્ત અને સંજય દત્તને અપવાદ ગણી શકાય.

ચાલો જોઇએ બૉલીવુડમાં નામના ધરાવતા કલાકારોના ગુમનામ સંતાનો :

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

જ્યારે આપણે બૉલીવુડની મોસ્ટ પૉપ્યુલર ફૅમિલીની વાત કરતા હોઇએ, તો સૌપ્રથમ બચ્ચન પરિવારનું જ નામ આવે. અમિતાભ બચ્ચને બૉલીવુડમાં સફળતાના અનેક શિખરો સર કર્યાં, પરંતુ 2000માં રિફ્યુજી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તેમના પુત્ર અભિષેક બચ્ચન સુપર ફ્લૉપ સાબિત થયાં. જોકે અભિષેકે યુવા, બન્ટી ઔર બબલી, સરકાર અને ગુરુ જેવી સફળ ફિલ્મો આપી છે અને ધૂમ સિરીઝનો તેઓ ચહેરો પણ બન્યાં, પરંતુ તેઓ પિતાના શિખરે ન પહોંચી શક્યાં.

મેમોહ

મેમોહ

બૉલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીની સફળતા પણ સૌ જાણે છે, પરંતુ 2008માં જિમી ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર તેમના પુત્ર મેમોહ ચક્રવર્તી નિષ્ફળ સાબિત થયાં. મેમોહે મર્ડરર, હૉન્ટેડ 3ડી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેઓ નોંધનીય સિદ્ધિ ન હાસલ કરી શક્યાં.

ફરદીન

ફરદીન

પોતાની યુનિક સ્ટાઇલ વડે બૉલીવુડમાં છવાઈ જનાર ફિરોઝ ખાન અલાયદા કલાકાર હતાં, પરંતુ તેમના પુત્ર ફરદીન ખાનને પિતા જેવી સફળતા ન મળી. પ્રેમ અગન ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર ફરદીનની મોટાભાગની ફિલ્મો સુપર ફ્લૉપ રહી.

સોહા

સોહા

જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્રી સોહા અલી ખાનના પણ આવા જ હાલ છે. શર્મિલાના પુત્રી હોવા ઉપરાંત સૈફ અલી ખાનના બહેન અને કરીના કપૂરના નણંદ હોવા છતા સોહાને અપેક્ષિત સફળતા નથી મળી.

રિયા

રિયા

જાણીતા અભિનેત્રી મુનમુન સેને પોતાના માતા સુચિત્રા સેન સાથે ન્યાય કર્યો હતો, પરંતુ તેમના પુત્ર રિયા સેન ખાસ ન ઉકાળી શક્યાં. રીયાએ સ્ટાઇલ ફિલ્મ સાથે 2001માં ડેબ્યુ કર્યુ હતું. તેમણે ઝનકાર બીટ્સ, શાદી નંબર 1 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ માતા-દાદી જેવી સફળતા ન મેળવી શક્યાં.

શાદાબ

શાદાબ

ગબ્બર ફૅમ અમઝદ ખાન બૉલીવુડના મહાન વિલન હતાં, પરંતુ તેમના પુત્ર શાદાબ ખાન ફ્લૉપ નિવડ્યાં. રાજા કી આયેગી બારાત દ્વારા રાણી મુખર્જી સાથે ડેબ્યુ કરનાર શાદાબ સ્થાપિત એક્ટર ન બની શક્યાં.

એશા

એશા

ડ્રીમ ગર્લ હેમા માલિનીના પુત્રી એશા દેઓલે 2002માં કોઈ મેરે દિલ સે પૂછે સાથે એન્ટ્રી મારી. તેમણે ધૂમ જેવી સફળ ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ માતાનો મુકામ ન હાસલ કરી શક્યાં.

લવ

લવ

બૉલીવુડના શૉટગન શત્રુઘ્ન સિન્હાના પુત્રી સોનાક્ષી સિન્હા તો સ્થાપિત અભિનેત્રી બની ચુક્ યાં છે, પરંતુ પુત્ર લવ સિન્હા અપેક્ષિત સફળતા નથી મેળવી શક્યાં. લવે 2010માં સદિયાં ફિલ્મ સાથે બૉલીવુડ એન્ટ્રી કરી હતી. આમ કહી શકાય કે લવનું કૅરિયર મોટા ખામોશ... થી પીડાય છે.

રાહુલ

રાહુલ

અમિતાભ સાથે અનેક હિટ ફિલ્મો આપનાર વિનોદ ખન્નાના બે પુત્રો છે રાહુલ ખન્ના અને અક્ષય ખન્ના. તેમાં અક્ષય ખન્ના ઠીક-ઠીક સફળતા મેળવી શક્યાં, પરંતુ રાહુલ બૉલીવુડ-હૉલીવુડ ફિલ્મો એલાન, રકીબ, તહાન જેવી થોડીક ફિલ્મો ઉપરાંત ખાસ કંઈ ન ઉકાળી શક્યાં.

તનીષા

તનીષા

શાનદાર અભિનેત્રી તનુજાના બે સંતાનો કાજોલ અને તનીષા છે, પરંતુ કાજોલે તો અલાયદો મુકામ હાસલ કર્યો, પણ તનીષા રહી ગયાં. શ..., પૉપકૉર્ન ખાઓ મસ્ત હો જાઓ, નીલ એન નિક્કી, વન ટૂ થ્રી જેવી ફિલ્મોમાં કામ કરનાર તનીષા જોકે હાલમાં નોંધનીય અભિનેત્રી ગણાય છે. તનીષા હાલ અરમાન કોહલી સાથે ડેટિંગ કરી રહ્યાં છે કે જેઓ દુર્ભાગ્યે ફેલ્ડ એક્ટર છે.

સોનમ

સોનમ

અનિલ કપૂર બહુ મોટી નામના ધરાવે છે બૉલીવુડમાં, પણ સોનમ કપૂરની પૉઝિશન શું છે, તે કોઈનાથી અજાણ નથી.

ફરહાન

ફરહાન

લેખક જાવેદ અખ્તરના પુત્ર ફરહાનને પિતાની જેમ મોટી પ્રસિદ્ધિ નથી મળી.

ઉદય

ઉદય

દિગ્દર્શક યશ ચોપરાના પુત્ર ઉદય ફિલ્મોમાં ધૂમ મચાવવામાં નિષ્ફળ નિવડ્યાં.

ઝાયેદ

ઝાયેદ

સંજય ખાનના પુત્ર ઝાયેદ ખાન પણ ટૉપ 10 હીરોની યાદીમાં જોડાઈ ન શક્યાં.

પુરૂ

પુરૂ

અભિનયના સિકંદર ગણાતા અભિનેતા રાજકુમારના પુત્ર પુરૂ રાજકુમાર અભિનય ક્ષેત્રે કોઈ મુકામ હાસલ ન કરી શક્યાં.

રિંકી

રિંકી

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્ના એક નિષ્ફળ અભિનેત્રી સાબિત થઈ.

નીલ

નીલ

સિંગર મુકેશના પૌત્ર અને સિંગર નિતિન મુકેશના પુત્ર નીલ નિતિન મુકેશ દાદા અને પિતાનું નામ રોશન કરવામાં સફળ ન થયાં.

હરમન

હરમન

ફિલ્મ નિર્માતા હૅરી બાવેજાના પુત્ર હરમન બાવેજા પણ કોઈ નામ હાસલ ન કરી શક્યાં.

પ્રતીક

પ્રતીક

સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બર સંઘર્ષ કરી રહ્યાં છે.

પૂજા

પૂજા

મહેશ ભટ્ટના દીકરી પૂજા ભટ્ટ પોતાના અભિનયનો સિક્કો જમાવી ન શક્યાં.

બૉબી

બૉબી

બૉલીવુડમાં ધર્મેન્દ્ર જાણીતુ નામ છે, તો તેમના મોટા પુત્ર સન્ની દેઓલે પણ ખાસ મુકામ હાસલ કર્યો, પરંતુ નાના પુત્ર બૉબી ખાસ ન ઉકાળી શક્યાં.

તુષાર

તુષાર

બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્રનું નામ પુત્ર તુષાર કપૂર ઉજળુ ન કરી શક્યાં. તુષાર કરતા દીકરી એકતા વધુ જાણીતા છે.

સિકંદર ખેર

સિકંદર ખેર

અનુપમ ખેર અને કિરણ ખેરના પુત્ર સિકંદર ખેર માયાનગરીના ફ્લૉપ બાદશાહ રહ્યાં.

શ્રુતિ

શ્રુતિ

સાઉથના સ્ટાર કમલ હસને બૉલીવુડમાં સારી ફિલ્મો આપી હતી, પણ તેમના પુત્રી શ્રુતિ હસન પણ બૉલીવુડમાં કોઈ ખાસ સફળતા નથી મેળવી શક્યાં.

શ્રદ્ધા

શ્રદ્ધા

શક્તિ કપૂરે બૉલીવુડમાં વિલન તરીકે લાંબી ઇનિંગ રમી હતી, પરંતુ શ્રદ્ધા કપૂર હજીય સંઘર્ષ કરી રહ્યાં છીએ.

અધ્યયન

અધ્યયન

શેખર સુમન બૉલીવુડમાં અને નાના પડદે પણ જાણીતુ નામ છે, પરંતુ પુત્ર અધ્યયન સંઘર્ષ કરી રહ્યાં છે.

જૅકી

જૅકી

ફિલ્મ નિર્માતા વાસુ ભાગનાનીના પુત્ર જૅકી ભાગનાની આજે પણ બૉલીવુડમાં ઓળખ સ્થાપવાની કોશિશ કરી રહ્યાં છે.

અરમાન

અરમાન

નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલી લાખ પ્રયત્નો કર્યા છતાં પુત્ર અરમાનને હીરો ન બનાવી શક્યાં.

વિંદૂ

વિંદૂ

પહેલવાન અને અભિનેતા દારા સિંહના પુત્ર વિંદૂ દારા સિંહ બાપનું નામ ઉજાળી ન શક્યાં, ઉલ્ટાનું આઈપીએલની સટ્ટાબાજીમાં ઝડપાયાં.

મનીષ

મનીષ

નૂતન બૉલીવુડના જાજરમાન અભિનેત્રી હતાં, પણ તેમના પુત્ર મોહનીશ બહેલ મોટા પડદે મોટી ઓળખ ન સ્થાપી શક્યાં.

ચિરાગ

ચિરાગ

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાન એક સમયે હીરો બનવાનો પ્રયત્ન કરતા હતાં, પરંતુ તેઓ સફળ ન થયાં.

English summary
The success to failure ratio of youngsters from film families just goes to prove that the legacy edge is nothing more than a myth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more