Video: વરસાદમાં પલળતા ઉર્ફી જાવેદે વિખેર્યો જલવો, ભીના વાળમાં ડાંસ કરીને વધાર્યુ ઈન્ટરનેટનુ તાપમાન
મુંબઈઃ ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સેન્સથી લોકોને ચોંકાવી દે છે. તે સોશિયલ મીડિયા પર તેના વિચિત્ર કપડાં માટે જાણીતી છે પરંતુ આ વખતે ઉર્ફી જાવેદે એક એવો વીડિયો શેર કર્યો છે જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. હા, ઝરમર વરસાદમાં ઉર્ફી જાવેદની આ અદાઓ તમને વધુ દિવાના બનાવી દેશે.

ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ
બિગ બૉસ શોમાંથી બહાર આવ્યા બાદ એક પણ સમય એવો નથી આવ્યો જ્યારે ઉર્ફી જાવેદ સમાચારમાં ન હોય. દર વખતે તે તેના વિચિત્ર કપડાથી લોકોને ચોંકાવી દે છે. ઉર્ફી જાવેદે તેના કામ કરતા તેની અદભૂત ફેશન સેન્સ માટે વધુ લોકપ્રિયતા મેળવી છે. પરંતુ આ વખતે ઉર્ફી જાવેદે એક એવો વીડિયો શેર કર્યો છે કે જેને જોયા પછી પણ તમે તેના પરથી નજર નહિ હટાવી શકો.
વરસાદમાં પલળી ઉર્ફી જાવેદ
પોતાની આગવી સ્ટાઈલ માટે જાણીતી ઉર્ફી જાવેદે વરસાદની મજા લેતો એક વીડિયો શેર કર્યો છે. વરસાદમાં સાડી પહેરીને તે પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે. વીડિયોમાં પહેલા ઉર્ફી જાવેદે સિમ્પલ નાઈટ સૂટ પહેર્યો છે, પછી તે ઝડપથી સાડીના લુકમાં આવીને ચાહકોને ચોંકાવી દે છે. ઉર્ફી જાવેદ આ વીડિયોમાં વરસાદની મજા માણતા 'ઈસ બારિસ મેં' ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે.

ઉર્ફી જાવેદનો વીડિયો થયો વાયરલ
વીડિયોમાં ઉર્ફી જાવેદ પિંક કલરની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફી વરસાદમાં છત્રી સાથે સુંદર ડાંસ કરે છે અને પછી મસ્ત પોઝ આપે છે. હાલમાં તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના આ ક્રેઝી લુકને જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદના અતરંગી લુક્સ
ઉર્ફી જાવેદ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. તેનો અજબ-ગજબ લુક ચાહકોને ક્યારેક ગમે છે ક્યારેક નથી ગમતો. ઘણી વખત તે પોતાના લુકને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. આ પહેલા ઉર્ફીએ ક્યારેક દોરડા અને ક્યારેક બોરીનો ડ્રેસ પહેરીને વીડિયો શેર કર્યો હતો. જેના માટે તે ઘણી ટ્રોલ પણ થઈ હતી. જો કે ઉર્ફી જાવેદે સ્પષ્ટ કર્યુ છે કે તેને ટ્રોલર્સથી કોઈ વાંધો નથી.