For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરે વાહ! ભગવદ ગીતા વાંચી રહ્યાં છે વીણા મલિક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : વીણા મલિક કાયમ ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક નવું કરતાં રહે છે. હમણાં થોડાંક જ દિવસ અગાઉ આપે વાંચ્યું હશે કે વીણા મલિકની આવનાર ફિલ્મ ધ સિટી દૅટ નેવર સ્લીપ્સના સેક્સી અને હૉટ સીન્સ અંગે ખૂબ ચર્ચામાં હતાં. કોઇકે તેમના દ્વારા આ ફિલ્મ માટે શુટ કરાયેલ કેટલાંક સેક્સી સીન્સ ન્યુડ વીડિયો તરીકે યુટ્યુબ પર નાંખ્યા હતાં અને પછી તે એમએમએસ ખૂબ પૉપ્યુલર થયુ હતું. પરંતુ બાદમાં વીણા મલિકે આ વીડિયો સામે વાંધો ઉઠાવતાં જણાવ્યુ હતું કે જેણે પણ આમ કર્યું છે, તેની વિરુદ્ધ તેઓ કેસ કરશે, પરંતુ હકીકત તો એ છે કે તે એક વીડિયોએ વીણાની આ ફિલ્મને ચર્ચિત બનાવી દીધી. હવે તે મામલો ઠંડો પડ્યો, તો વીણાએ નવો ફણગો ફોડ્યો અને સેટ ઉપર ભગવદ ગીતા વાંચવાનું શરૂ કર્યું છે.

Veena Malik

સમાચાર છે કે વીણા મલિક તાજેતરમાં જ પોતાની ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સના શુટિંગ દરમિયાન ભગવદ ગીતા વાંચતાં નજરે ચડ્યાં. જ્યારે વીણાને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - ભગવદ ગીતાના વાંચન દરમિયાન આપ પોતાની જાતને ખૂબ રિલેક્સ ફીલ કરો છો. તે આપને એક આધ્યાત્મિક માર્ગ બતાવે છે કે જે એક માણસ તરીકે આપણને ખૂબ મુશ્કેલ લાગે છે, પરંતુ તે જ આપણાં જીવનનું લક્ષ્ય નક્કી કરે છે. મને લાગે છે કે કોઈ બીજો ધર્મ અપનાવવા માટે કોઈ પણ પ્રકારનું બંધન હોવું જોઇએ નહીં. હું રોજ નમાઝ અતા કરુ છું, કુર્રાન વાંચુ છું, કારણ કે મને તેમાં વિશ્વાસ છે અને ભગવદ ગીતા વાંચ્યા બાદ મને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ધર્મમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેર નથી અને તમામ ધર્મો એક જ માર્ગ બતાવે છે.

એમ તો ગીતાનું વાંચન કોઈ સરળ કાર્ય નથી, કારણ કે તે સંસ્કૃતમાં લખાયેલી છે, પરંતુ માત્ર આ જ એક કારણ વીણા મલિકને ગીતા વાંચતા રોકી ન શકે. વીણાને લાગે છે કે ધર્મ એવા વિચારોનું સમ્મેલન છે કે જે આપણને નૈતિક મૂલ્યો શીખવે છે. સાથે જ તે માણસને આ સંસાર સાથે મેળવે છે. વીણા મલિકના આ બદલાયેલ સ્વરૂપને જોઈ સૌ આશ્ચર્યમાં છે અને આ સમાચાર વાંચ્યા બાદ આપ પણ આશ્ચર્ય પામ્યા હશો.

જોકે વીણાના ગીતા વાંચન પબ્લિસિટી સ્ટંટ તરીકે ચિતરાઈ રહ્યું છે. વીણા કેટલાંય વ્યસ્ત હોય, પરંતુ તેઓ ચર્ચામાં રહેવા માટે કંઇક હટકે કરવાનું નથી ભૂલતાં. વીણા મલિકે એમ પણ જણાવ્યું કે દિલ્હી ગૅંગ રેપ કેસ અંગે તેઓ આઘાતમાં છે અને ભગવદ ગીતા દ્વારા ચીંધેલા રસ્તે ચાલી તેઓ તે પીડિતાને ન્યાય અપાવવા માંગે છે.

English summary
Veena Malik has started her New Year with the name of “OM”. Recently she was seen reading Bhagavad Gita on her set of the film The City That Never Sleeps. While being a Muslim she has no boundary or limit for any religion belief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X