For Quick Alerts
For Daily Alerts
અભિનેતા પ્રાણની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
મુંબઇ, 19 નવેમ્બરઃ જાણીતા અભિનેતા પ્રાણની તબિયત લથડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે તેમના સ્વાસ્થ્યને લઇને કોઇ ચિંતાનો વિષય નથી. આ જાણકારી લીલાવતી હોસ્પિટલના પ્રવક્તાએ સોમવારે આપી છે.
સુહિર દાગાંવકરે કહ્યું કે પ્રાણને અહીં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શુક્રવારે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને નિયમિત તપાસ માટે લાવવામાં આવ્યા છે અને હવે તેઓ સ્વસ્થ છે.દાગાંવકરએ કહ્યું કે તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે હાલ કહીં શકાય તેમ નથી, પરંતુ તે સ્વસ્થ છે. ફિલ્મ 'બ્રહ્મચારી'માં વિલનની ભૂમિકા નિભાવનાર 92 વર્ષીય પ્રાણને 'ઝંજીર', 'કર્જ' અને ડોન જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ વિખેર્યો હતો.