For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 1.5 કરોડ માટે કેવી રીતે પાકિસ્તાનમાં મુશર્રફના સંબંધીના ત્યાં ઠુમકી રહ્યા છે મીકા સિંહ

બોલિવુડ સિંગર મીકા સિંહ અને કોન્ટ્રોવર્સી હવે લાગે છે કે એકબીજાના પર્યાય બની ગયા છે. હંમેશા વિવાદોમાં રહેતા મીકા એક વાર ફરીથી કોન્ટ્રોવર્સીમાં ઘેરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સિંગર મીકા સિંહ અને કોન્ટ્રોવર્સી હવે લાગે છે કે એકબીજાના પર્યાય બની ગયા છે. હંમેશા વિવાદોમાં રહેતા મીકા એક વાર ફરીથી કોન્ટ્રોવર્સીમાં ઘેરાઈ ગયા છે. આ વખતે લાગે છે કે આ વિવાદ સરળતાથી તેમનો પીછો નહિ છોડે. મીકા સિંહે હાલમાં જ પાકિસ્તાનના કરાંચીમાં એક લગ્નમાં પર્ફોર્મ કર્યુ છે અને આ લગ્નના કારણે તેમનો માથાનો દુઃખાવો વધવાનો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભારતમાં એક કોન્સર્ટ માટે 40થી 50 લાખ રૂપિયા લેતા મીકાએ કરાંચીમાં એક કરોડથી પણ વધુ રકમ પર ડાંસ કર્યો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

મીકાએ આ પર્ફોર્મન્સ એવા સમયે આપ્યુ છે જ્યારે આર્ટિકલ 370 હટ્યા બાદ ભારત અને પાકિસ્તાન તણાવમાં છે. આના કારણે પાકિસ્તાને ભારત સાથે બધા સાંસ્કૃતિક સંબંધ ખતમ કરી દીધા છે. સાથે બોલિવુડ ફિલ્મો અને કલાકારોને પણ બેન કરી દીધા છે. મીકાની આ પર્ફોર્મન્સ બાદ પાકમાં પણ એટલો જ હોબાળો મચેલો છે જેટલો ભારતમાં. મીકા સિંહ કરાંચીના પૂર્વ પાક રાષ્ટ્રપતિ મુશર્રફના સંબંધીની દીકરીના લગ્નમાં પર્ફોર્મ કરવા ગયા હતા.

ભારતમાં લે છે 50 લાખ રૂપિયા

પાક મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર મીકાએ પોતાની પર્ફોર્મન્સ માટે લગભગ 15,000 ડૉલર એટલે કે 1.6 કરોડની રકમ લીધી છે. ભારતમાં મીકા કોઈ કૉન્સર્ટ કે પછી લગ્નમાં પર્ફોર્મ કરવા માટે લગભગ 50 લાખ રૂપિયા લે છે. આ રકમ ઉપરાંત તેના ગ્રુપ માટે ફોર કે ફાઈવ સ્ટાર હોટલોમાં બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને તેમના આવવા જવાનો ખર્ચો એટલે કે ફ્લાઈટની વ્યવસ્થા પણ ઑર્ગેનાઈઝર જ કરે છે. જર્નાલિસ્ટ નાયલા ઈનાયતાએ મીકાના પર્ફોર્મન્સનો વીડિયો ટ્વીટ કર્યો છે. નાયલાએ લખ્યુ છે કે જો અત્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના પીએમ હોત તો #ગદ્દારી ટ્રેન્ડ થવા લાગતો.

પાકિસ્તાનમાં મીકાના વિઝા પર થયો હોબાળો

મીકા સિંહ સાથે તેમના 14 ક્રૂ મેમ્બર્સ માટે પાકિસ્તાની ઑથોરિટીઝ તરફથી વિઝા મંજૂરી મળવી દરેક માટે ચોંકાવનારી રહી. પાકિસ્તાનના વર્તમાનપત્ર ધ ન્યૂઝ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી પાકિસ્તાનમાં ઘણા લોકો એવા હતા જે લગ્નોમાં ભારતીય કલાકારોને પર્ફોર્મ કરવા માટે બોલાવવા ઈચ્છતા હતા પરંતુ તેમને વિઝાની મંજૂરી આપવામાં આવી નહોતી.

મીડિયાએ ઈમરાન સરકારને ઝાટકી

મીડિયાએ ઈમરાન સરકારને ઝાટકી

મીકા અને તેમના ક્રૂને કરાંચી ઉપરાંત લાહોર અને ઈસ્લામાબાદ માટે પણ વિઝા આપવામાં આવ્યા છે. પાક મીડિયાનું કહેવુ છે કે આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાન તરફથી ભારતીય ફિલ્મો, ગીતો અને શો પર રોક લગાવી દેવામાં આવી છે. મીકા અને તેમના ક્રૂને ફર્સ્ટ ક્લાસ ટિકિટ આપવામાં આવી હતી. મુશર્રફના સંબંધીના ત્યાં લગ્ન 8 ઓગસ્ટે હતા. માત્ર એટલુ જ નહિ મીકાને પરપ્રાંતીય ગવર્નર તરફથી સ્પેશિયલ પ્રોટોકોલ પણ આપવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ રાખી સાવંતે NRI સાથે લગ્ન કરતા ભડક્યા દીપક કલાલ, ‘જો તે 4 દિવસની અંદર...'આ પણ વાંચોઃ રાખી સાવંતે NRI સાથે લગ્ન કરતા ભડક્યા દીપક કલાલ, ‘જો તે 4 દિવસની અંદર...'

English summary
Mika Singh apparently has charged more than one crore for his performance at Pervez Musharraf's relative's event in Karachi, Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X