For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉડી શેમિંગ પર વિદ્યા બાલન - મારા વજન માટે એટલુ કહેવામાં આવ્યુ કે મારા શરીરથી થવા લાગી હતી નફરત

વિદ્યા બાલને કહ્યુ કે તેના વજન માટે એટલી બધી વાતો થઈ છે જેણે તેને ખૂબ હેરાન કરી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી વિદ્યા બાલને કહ્યુ કે તેના વજન માટે એટલી બધી વાતો થઈ છે જેણે તેને ખૂબ હેરાન કરી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યુ કે તેના મોટાપા પર એટલી વાતો થઈ છે જાણે દેશનો એ કોઈ મહત્વનો મુદ્દો હોય. તેણે કહ્યુ કે એક સમય એવો હતો જ્યારે તે પોતાના જ શરીરથી નફરત કરવા લાગી હતી.

બાળપણથી જ વજન માટે ચિંતિત રહી

બાળપણથી જ વજન માટે ચિંતિત રહી

ટીઓઆઈ સાથે વાતચીતમાં વિદ્યાએ પોતાના વજન માટે ખુલીને વાત કરી. તેણે કહ્યુ, 'હું એમ નહિ કહુ કે ક્યારેય મારા વજનમાં ચડાવ-ઉતાર નથી થયો અને હું આના માટે બિલકુલ પરેશાન નથી થઈ. મે શરૂઆતથી જ વજન માટે મુશ્કેલીનો સામનો કર્યો છે. હું મારા શરીર માટે બહુ સમય સુધી ખુશ નહોતી. સાચુ તો એ છે કે લાંબા સમય સુધી મને મારા શરીરથી નફરત હતી. મને લાગતુ હતુ કે જાણે મારુ શરીર મને સાથ નથી આપી રહ્યુ. મને લાગતુ હતુ કે મોટાપાના કારણે હું સારી નથી લાગતી.'

મારુ વજન રાષ્ટ્રીય મુદ્દો બની ગયો

મારુ વજન રાષ્ટ્રીય મુદ્દો બની ગયો

વિદ્યાએ કહ્યુ કે હું બિન-ફિલ્મી પરિવારમાંથી આવુ છુ. ત્યાં કોઈ મને બતાવનાર નહોતુ. મારુ વજન જાણે કે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો. બહુ વિચિત્ર હતુ.વિદ્યાએ કહ્યુ કે તેને હવે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે લોકો અમારી લંબાઈ કે વજન પર શું બોલે છે. મે મારા વજનને અપનાવી લીધુ છે. હા, એ સાચુ છે કે આમાં થોડો સમય જરૂર લાગે છે.

ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે વિદ્યા

ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે વિદ્યા

વિદ્યા બાલનને એવી અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવી શકે છે. વિદ્યાએ 2005માં ફિલ્મ પરિણીતાથી બૉલિવુડમાં પગ મૂક્યો. ફિલ્મમાં એક્ટિંગ માટે તેની ખૂબ પ્રશંસા થઈ. ત્યારબાદ તે ડર્ટી પિક્ચર, કહાની અને બેગમ જાન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વિદ્યાને પોતાના કામ માટે નેશનલ ફિલ્મ અવૉર્ડ અને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી ચૂકી છે.

ફિલ્મ રિલીઝ પહેલા જ્હાનવી કપૂરે હૉટ Picsથી લગાવી આગ, 1 કલાકમાં લાખો લોકોએ કર્યા લાઈક

English summary
Vidya Balan on Body Shaming says My Weight had become a National Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X