
વિદ્યુત જામવાલ અને તાપસી પન્નુ દશેરાએ બોક્સ ઓફિસ પર ટકરાશે!
ગયા અઠવાડિયે ડિઝની+ હોટસ્ટાર પર 'સનક - હોપ અંડર સીઝ' રિલીઝ કરવાની જાહેરાત કર્યા પછી નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને ઝી સ્ટુડિયોએ હવે હોસ્ટેજ ડ્રામાની રજૂઆતની તારીખ જાહેર કરી છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, બંગાળી અભિનેત્રી રુક્મિણી મૈત્ર, નેહા ધૂપિયા અને ચંદન રોય સાન્યાલ વગેરે જોવા મળશે.
કનિષ્ક વર્મા દ્વારા નિર્દેશિત, 'સનક' 15 ઓક્ટોબર 2021 ના રોજ દશેરાએ રિલીઝ થશે. સનક સાથે તાપસી પન્નુનું રશ્મિ રોકેટ પણ દશેરાના દિવસે રિલીઝ થઈ રહ્યી છે. બંને ફિલ્મો OTT પર ટકરાઈ રહી છે. રશ્મિ રોકેટ G5 પર પ્રીમિયર કરાશે. સનકની રિલીઝ ડેટની ઘોષણાની સાથે જ મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં વિદ્યુતના એક હાથમાં બાળક અને બીજા હાથમાં બંદૂક છે.
પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા વિપુલ શાહ કહે છે, હું સનકની તારીખ જાહેર કરવામાં ખૂબ જ ખુશ છું, જે અમે કોવિડ-19 ની કઠિન પરિસ્થિતિઓમાં શૂટ કરી છે. આ પ્રયાસનો એકમાત્ર હેતુ લોકોની મદદ કરવાનો છે. હંમેશાની જેમ એક્શનને કમાન્ડો શ્રેણીની ઉપર એક પગલું લઈ જવાનો પ્રયાસ કર્યો છે. મને ખાતરી છે કે અમે તે હાંસલ કર્યું છે.
નિર્માતાએ આગળ લખ્યુ કે, મને આશા છે કે પ્રેક્ષકો જ્યારે 'સનક'માં એક્શન અને લાગણીને જોશે ત્યારે તે પણ એવું જ અનુભવશે. આ ફિલ્મ ભારતીય સિનેમામાં એક નવું સ્થાન ઉભું કરશે, તે એક હોસ્ટેજ નાટક છે, જેને હજુ સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે બતાવવામાં આવી નથી. ઘેરાબંધી હેઠળ હોસ્પિટલમાં થતી એક્શન રસપ્રદ રહેશે. તારીખ જાહેર કરતા હું ખુશી અનુભવુ છુ અને ડિઝની+ હોટસ્ટાર પર રિલીઝ થનારી ફિલ્મી રાહ જોઈ રહ્યો છું, આશા છે કે અમને પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળશે. આ ફિલ્મ સાથે અભિનેત્રી રૂક્મિણી મૈત્ર બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે, જે બંગાળી ફિલ્મોમાં લોકપ્રિયતા ધરાવે છે.
વિપુલ શાહ દ્વારા નિર્દેશિત સનશાઇન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડે કેટલીક રસપ્રદ ફિલ્મો સાથે દર્શકોનું મનોરંજન કર્યું છે. આ વખતે ઝી સ્ટુડિયોના સહયોગથી તેનું પ્રોડક્શન સનક - હોપ અન્ડર સીઝ એક્શન તૈયાર છે. વિદ્યુત આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે અને તેની કારકિર્દીમાં પાંચમી વખત સફળ નિર્માતા વિપુલ શાહ સાથે મળીને કામ કર્યું છે.