ખોટી રીતે અડતો હતો વિકાસ, તેને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે
આ દરમિયાન હિન્દી સિનેમા ક્વીન કંગના રાણાવતે ફેમસ ફિલ્મમેકર વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
હાલમાં આખા બોલિવૂડમાં તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલો યૌન શોષણ મુદ્દો ચાલી રહ્યો છે. આ દરમિયાન હિન્દી સિનેમા ક્વીન કંગના રાણાવતે ફેમસ ફિલ્મમેકર વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખરેખર વિકાસ બહેલ પર આજથી એક વર્ષ પહેલા ફેન્ટમ ફિલ્મમાં કામ કરનાર મહિલા કર્મચારીએ છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: તનુશ્રીના સમર્થનમાં આવી અનુષ્કા શર્મા, જણાવી મોટી વાત

કંગનાએ વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો
મહિલા કર્મચારીના નિવેદનને કંગનાએ યોગ્ય ગણાવતા કહ્યું કે તેઓ તેનાથી સહમત છે. વિકાસ એવો જ માણસ છે, જેને રોજ રાત્રે એક નવી છોકરી જોઈએ છે. કંગનાએ કહ્યું કે વિકાસના લગ્ન વર્ષ 2014 દરમિયાન થયા હતા પરંતુ ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન તે રોજ રાત્રે એક નવી યુવતી સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. કંગનાએ કહ્યું કે તેઓ તે સમયે જલ્દી સુઈ જતા હતા, ત્યારે વિકાસ તેને કહેતો હતો કે તે કૂલ નથી તેને એન્જોય કરતા નથી આવડતું.

વિકાસને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે: કંગના
કંગનાએ આગળ કહ્યું કે વિકાસ જયારે પણ મને મળતો ત્યારે તે મને ગળે લગાવતો અને મારા વાળની ખુશ્બુમાં ખોવાઈ જતો હતો. તેની સાથે તે મને જોરથી પકડી લેતો હતો. મને તેનાથી અલગ થવા માટે ખુબ જ તાકાત લગાવવી પડતી હતી. આજે આ બધું વિચારીને ઘૃણા આવે છે. પરંતુ તે સમયે મેં મારી જાતને સંભાળી અને વિકાસ આગળ કમજોર નહીં થઇ.

મહિલાની વાત દબાવી દેવામાં આવી: કંગના
કંગનાએ જણાવ્યું કે તેમને તે સમયે પણ તે મહિલાનો સાથ આપ્યો હતો, તમે મારા જુના ઇન્ટરવ્યૂ વીડિયો જોઈ શકો છો. મને લાગ્યું હતું કે આ વાત આગળ સુધી જશે પરંતુ એવું કઈ પણ થયું નહીં.

વિકાસે મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી: કંગના
આ દરમિયાન વિકાસ મારી પાસે ફિલ્મની સ્ક્રીપટ લઈને આવ્યો હતો, આ એક યુવતીની કહાની હતી જે હરિયાણામાં ખેલમાં ગોલ્ડમેડાલિસ્ટ હતી. પરંતુ જયારે મેં પીડિત યુવતીનું સમર્થન કર્યું તો વિકાસે મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી. જેને કારણે મારા હાથમાંથી ફિલ્મ પણ નીકળી ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
