મુંબઈમાં બોયફ્રેન્ડ નિક સાથે ડિનર પર ગઈ પ્રિયંકા, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં સોશિયલ મીડિયાની ક્વીન બનેલી છે. તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પ્રિયંકાની તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં સોશિયલ મીડિયાની ક્વીન બનેલી છે. તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પ્રિયંકાની તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. હાલમાં પ્રિયંકા નિકને મુંબઈ ફરવા લઈ આવી છે. શુક્રવારે રાતે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે ગયા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. પ્રિયંકાના ફેન્સ તેના બોયફ્રેન્ડથી ઘણા ખુશ લાગી રહ્યા છે.

નિકને ડિનર પર લઈ પ્રિયંકા

નિકને ડિનર પર લઈ પ્રિયંકા

આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પ્રેમના નશામાં છે. અમેરિકી સિંગર નિક જોનસ સાથે પ્રિયંકાએ પોતાનો સંબંધ પબ્લિક કરી દીધો છે. હાલમાં જ તે તેને પોતાના શહેરમાં ફરવા માટે મુંબઈ પણ લઈને આવી. ગુરુવારે મોડી રાતે બંને મુંબઈ પહોંચ્યા જેના આગલા જ દિવસે પ્રિયંકા નિકને લઈને ડિનર પર ગઈ. બંને શુક્રવારે રાતે મુંબઈના એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચ્યા.

ફેન્સને ગમી નિકની આ અદા

ફેન્સને ગમી નિકની આ અદા

મુંબઈમાં પ્રિયંકા અને નિકને સાથે જોવા માટે ફેન્સ અને મીડિયાની ભીડ જમા થઈ ગઈ. ડિનર ડેટ પર ગયેલા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ભીડમાંથી નીકળતી વખતે નિકે પ્રિયંકાનો હાથ એક પળ માટે પણ ના છોડ્યો. ફેન્સને તેની આ અદા ખૂબ ગમી.

બંને પર છે પ્રેમનો ખુમાર

બંને પર છે પ્રેમનો ખુમાર

જો કે પ્રેમનો ખુમાર માત્ર પ્રિયંકા પર જ નથી પરંતુ નિક પર પણ છે. નિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિયંકાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને સાથે જ દિલવાળુ ઈમોજી પણ બનાવ્યુ છે. પ્રિયંકા અને નિકના અફેરની ચર્ચા તો ઘણા સમયથી હતી પરંતુ આના પર મહોર હાલમાં જ લગાવવામાં આવી છે.

શું નિકે પ્રિયંકાએ નિકને સાથે રહેવા કહ્યુ ?

શું નિકે પ્રિયંકાએ નિકને સાથે રહેવા કહ્યુ ?

સમાચારોની માનીએ તો મુંબઈમાં પ્રિયંકાનું ડ્રીમ હોમ બનીને તૈયાર છે. 100 કરોડની કિંમતના આ સી ફેસિંગ બંગલોના ગૃહ પ્રવેશ માટે પ્રિયંકા મુંબઈ આવી છે. તે ઈચ્છે છે કે નિક સાથે હાજર રહે અને તેના પરિવાર અને નજીકના મિત્રોને મળે. અંગ્રેજી મીડિયાની માનીએ તો પ્રિયંકા અને નિકનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થતો જઈ રહ્યો છે. નિક તો પ્રિયંકાને લઈને એટલો સીરિયસ છે તેણે આ દેશી ગર્લને પોતાની સાથે રહેવાનું આમંત્રણ પણ આપી દીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X