વ્યવસ્થા સામે સંઘર્ષની કથા છે ‘વાહ તાજ’
મુંબઈ, 18 જૂન : શ્રેયસ તળપદે તથા મંજરી ફડનીસ અભિનીત વાહ તાજ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ વ્યવસ્થા સામે એક વ્યક્તિના સંઘર્ષની કથા વર્ણવે છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ આગરા ખાતે આવેલ તાજ મહેલના ઓછાયા હેઠળ થયું છે.

પવન શર્મા તથા અભિનવ વર્મા નિર્મિત અને અજિત સિન્હા દિગ્દર્શિત ફિલ્મમાં શ્રેયસ-મંજરી ઉપરાંત હેમંત પાન્ડે, રાજેશ શર્મા, વિશ્વજીત પ્રધાન તથા રાકેશ શ્રીવાસ્તવ પણ મુખ્ય ભૂમિકામાં છે. બૉલીવુડ અભિનેતા શ્રેયસ તળપદે હાઉસફુલ 2 પછી પુનઃ રૂપેરી પડદે આવી રહ્યાં છે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ ભોપાલ તથા મુંબઈ ખાતે પણ કરવામાં આવ્યું છે. વાહ તાજ ફિલ્મ આગરાને પણ પ્રમોટ કરશે.
દિગ્દર્શક અજિત સિન્હાએ જણાવ્યું - વાહ તાજ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ પ્રામાણિક અને વિશ્વસનીય છે. તેથી મને શ્રેયસના રોલ સાથે ન્યાય કરવામાં ખૂબ જ મશક્કત કરવી પડી. ફિલ્મનું શૂટિંગ યાદગાર રહ્યું. ફિલ્મના કલાકારો જે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે, તેમને આ ફિલ્મ નજીક લાવી છે.












Click it and Unblock the Notifications
