• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive:આજે મળો દબંગ 2ના ચુલબુલ પાન્ડેને

|

મુંબઈ, 10 નવેમ્બર : સલમાન ખાનની 2010 બ્લૉક બસ્ટર ફિલ્મ દબંગની સિક્વલ દબંગ 2નો ફર્સ્ટ લુક આજે બિગ બૉસ 6ના સ્પિશેયલ એપોસિડમાં દર્શાવવામાં આવશે. એમ તો દર શનિવારે બિગ બૉસમાં કોઈને કોઈ સ્ટાર પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવે છે, પરંતુ આજે કોઈ બીજું નહિં, પણ પોતે સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મ દબંગ 2નું ટ્રેલર બતાવશે. આ એપિસોડમાં ફિલ્મના દિગ્દર્શક અરબાઝ ખાન પણ નજરે પડશે.

આ એપિસોડ ગઈકાલે જ શુટ કરાયું અને આજે ટેલીકાસ્ટ કરાશે. ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાંક સમય અગાઉ જ રિલીઝ થયો છે. તેમાં સલમાન ખાને ફરી એક વાર ચુલબુલ પાન્ડે સ્ટાઇલમાં પોતાના ફેવરિટ ચશ્મા પાછળ લગાવેલા છે. ફિલ્મના પોસ્ટરમાં સલમાન ખૂબ જ દબંગ નજરે પડે છે. પોતાના બંને હાથોએ રિવૉલ્વર લઈ ખૂબ જ સ્ટાઇલમાં તેઓ ઊભા છે અને તેમને ચહેરે ખૂબ રોફ પણ નજરે પડે છે.

દબંગ 2નું ટ્રેલર અજય દેવગણની સન ઑફ સરદાર સાથે 13મી નવેમ્બરે જ રિલીઝ થશે. જેમ કે સૌ જાણે છે કે એસઓએસમાં પણ સલમાન ખાને એક ગીત ઉપર પરફૉર્મ કર્યું છે. સાથે જ તેઓ એસઓએસના પ્રમોશનમાં પણ જોરશોરથી લાગેલાં છે. તેથી તેમણે પોતાની ફિલ્મનું ટ્રેલર અજયની ફિલ્મ સાથે જ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

દબંગ 2માં દબંગની હિટ જોડી સોનાક્ષી સિન્હા અને સલમાન ફરી દેખાશે. આ વખતની ફિલ્મ વધુ ચર્ચામાં છે કારણ કે ગઈ વખતે મલાઇકા અરોરા ખાને ફિલ્મમાં ઝંડૂ બામ આયટમ સૉંગ કર્યુ હતું, તો આ વખતે સિક્વલમાં કરીના કપૂર આયટમ સૉંગ કરવાના છે. આ સૉંગનું નામ ફેવીકૉલ રાખવામાં આવ્યું છે. હવે જોઇએ કે ફેવીકૉલ વડે કરીના આ ફિલ્મની સફળતાને કઈ હદે મજબૂત કરે છે.

જુઓ દબંગ 2 ફિલ્મની તસવીરો :

પોસ્ટર

પોસ્ટર

સલમાન ખાનની 2010 બ્લૉકબસ્ટર દબંગ ફિલ્મની સિક્વલ દબંગ 2 ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ થયું. તેમાં સલમાન ફરી એક વાર દબંગ સ્ટાઇલમાં દેખાયાં.

બિગ બૉસમાં પ્રમોશન

બિગ બૉસમાં પ્રમોશન

બિગ બૉસ 6ના શનિવારના એપિસોડમાં સલમાન ખાન અરબાઝ ખાન સાથે દબંગ 2નું ટ્રેલર રિલીઝ કરશે.

દબંગ સ્ટાઇલ

દબંગ સ્ટાઇલ

ફરી એક વાર હુડ હુડ કરતાં સલમાન ખાન સૌની વાટ લગાડવાં આવી રહ્યાં છે. બૉક્સ ઑફિસે શું ફરી એક વાર આ ફિલ્મ નવો રેકૉર્ડ સ્થાપિત કરશે?

આયટમ સૉંગ

આયટમ સૉંગ

દબંગમાં મલાઇકા અરોરા ખાને મુન્ની બદનમા હુઈ આયટમ સૉંગ કરી કહેર વરસાવ્યુ હતું, તો આ વખતે દબંગ 2માં કરીના કપૂર ફેવીકૉલ આયટમ સૉંગ સાથે તહેલકો મચાવશે.

ચુલબુલ પાન્ડે

ચુલબુલ પાન્ડે

ચુલબુલ પાન્ડેના પાત્રમાં ફરી એક વાર સલમાન ખાન બૉક્સ ઑફિસે છવાઈ જનાર છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થનાર છે.

હિટ જોડી રિપીટ

હિટ જોડી રિપીટ

દબંગની હિટ જોડી સોનાક્ષી-સલમાન ફરી એક વાર દબંગ 2માં રિપીટ થશે.

એસઓએસમાં ટ્રેલર

એસઓએસમાં ટ્રેલર

દબંગ 2નું ટ્રેલર અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર એટલે કે એસઓએસ સાથે 13મી નવેમ્બરના રોજ રિલીઝ થશે.

English summary
Salman Khan will release teaser of his upcoming movie Dabangg 2 in his show Bigg Boss 6 on Saturday. Arbaaz Khan will also be the part of this promotion. Trailer of the movie will be released with Son Of Sardaar on 13 November.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more