ઇશ્કિયા કરતાં ડોઢી ઇંટીમેસી જોવા મળશે ડેઢ ઇશ્કિયામાં
મુંબઈ, 18 જૂન : ઇશ્કિયા કરતાં ડોઢી ઇંટીમેસ જોવા તૈયાર થઈ જાઓ. અરશદ વારસી અને હુમા કુરૈશી વચ્ચે ઇંટીમેટ સીન્સ તો છે જ અને વધારામાં માધુરી દીક્ષિત તથા નસીરુદ્દીન શાહ પણ વધુમાં વધુ ઇંટીમેસી સાથે નજરે પડશે.

જેમણે ત્રણ વર્ષ અગાઉ અભિષેક ચૌબેની ઇશ્કિયા ફિલ્મ જોઈ હતી અને અરશદ તથા વિદ્યા બાલન વચ્ચે જે ઇંટીમેટ સીન્સ હતાં, તેના કરતાં એક ડગલુ આગળ ડેઢ ઇશ્કિયા હશે અને અરશદ વારસી તથા હુમા કુરૈશી કદાચ તમામ મર્યાદાઓ ઓળંકી જશે. ફિલ્મના ટીઝર તથા ટ્રેલર પણ કહે છે કે ફિલ્મમાં અરશદ-હુમા કઈ હદે ઇંટીમેટ થયાં છે.
આટલુ પુરતું ન હોય, તેમ ડેઢ ઇશ્કિયા દ્વારા કમબૅક કરી રહેલાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ નસીરુદ્દીન શાહ સાથે અમુક હદે ઇંટીમેટ થયાં છે. દિગ્દર્શક અભિષેક ચૌબે કહે છે - અમે શૂટિંગના પ્રારંભિક તબક્કે જ માધુરી-નસીરના ઇંટીમેટ સીન્સ શૂટ કરી લીધાં છે. તેઓ ખૂબ જ બહેતર દેખાય છે. જોકે હું કહેવા માંગીશ કે ઇશ્કિયાના વિદ્યા બાલન કરતાં ડેઢ ઇશ્કિયામાં માધુરીનો રોલ તદ્દન જુદો હશે. માધુરી ફિલ્મમાં બેગમના રોલમાં છે કે જે લખનઉ ખાતે એક પૅલેસમાં રહે છે. ફિલ્મમાં અમે માધુરી-નસીરની રિલેશનશિપ ઇશ્કિયાના અરશદ-વિદ્યાની રિલેશનશિપ કરતાં એકદમ જુદી દર્શાવી છે.
ડેઢ ઇશ્કિયા ફિલ્મને લઈને હુમા કુરૈશી પણ ઉત્સાહિત છે. હુમાએ ફિલ્મમાં માધુરીના મિત્રનો રોલ કર્યો છે. ફિલ્મ જાન્યુઆરી 2014માં રિલીઝ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
