Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહેશ ભટ્ટની સેક્સથી ભરપૂર ફિલ્મો : જુઓ તસવીરો

મુંબઈ, 5 નવેમ્બર : રાજ, જિસ્મ, કસૂર જેવી સેક્સથી ભરપૂર હિટ ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક મહેશ ભટ્ટ પોતાની ફિલ્મોને લઈને તો ચર્ચામાં રહે જ છે, પરંતુ આજકાલ તેઓ પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમનું કહેવું છે કે ભારતમાં આ પ્રકારન ફિલ્મો એટલા માટે હિટ થાય છે, કારણ કે ભારતીયોની વિચારસરણીમાં સેક્સ વસેલું છે. ભારતીયો ભલે મોડેથી ના કહેતા હોય, પરંતુ તેઓ કાયમ સેક્સ અંગે જ વિચારતાં હોય છે અને તેથી જ આ પ્રકારની ફિલ્મો જોવા માટે કાયમ તલપાપડ રહે છે.

મહેશ ભટ્ટે શરુઆતમાં તો અનેક રોમેાન્ટિક અને ગંભીર વિષયો ઉપર ફિલ્મો બનાવી. જેમ કે ડૅડી, દિલ હૈ કિ માનતા નહીં, પરંતુ આ ફિલ્મોની સરખામણીમાં તેમને પોતાની રાઝ, જિસ્મ જેવી ફિલ્મો દ્વારા વધુ સારો બિઝનેસ અને ઓળખ મળી તથા કદાચ આ જ કારણ છે કે ભટ્ટ કૅમ્પ પોતાની સેક્સ સામગ્રીથી ભરપૂર ફિલ્મો માટે જાણીતું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય દર્શકો ફિલ્મોમાં સેક્સ બતાવાતાં વધુ સંતુષ્ટ થાય છે, પરંતુ તેઓ આ વાત લોકોને કહેતાં નથી. તમામ ભારતીય સેક્સના ભુખ્યાં છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે જિસ્મ 2 માટે સન્ની લિયોનને લેવાની વાત થઈ, ત્યારે ઘણો હંગામો થયો, પરંતુ 6 કરોડની ફિલ્મે 36 કરોડનો બિઝનેસ કર્યો. આ બિઝનેસ પણ સન્ની લિયોનના કારણે જ થયો. ભલે સન્ની વિશે લોકો કઈં પણકહે, પરંતુ હકીકતો તો એ જ છે કે આજે ભારતીયોની વિચારસરણી બદલાઈ ચુકી છે અને પોતાના દર્શકોના ટેસ્ટને ધ્યાને લઈ જ મહેશ ભટ્ટ હવે પોતાની ફિલ્મોના વિષયો પસંદ કરે છે.

તો આવો જોઇએ મહેશ ભટ્ટે અત્યાર સુધી પોતાના સેક્સ ભૂખ્યા ભારતીયો માટે કઈ-કઈ ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે.

ગુનાહ

ગુનાહ

સેક્સ સિમ્બૉલ બિપાશા બાસુ અને ડીનો મોરિયોની ફિલ્મ ગુનાહ ભટ્ટ કૅમ્પની પ્રથમ સેક્સથી ભરપૂર ફિલ્મ હતી. 2002માં રિલીઝ થયેલ આ ફિલ્મનું નિર્માણ મુકેશ ભટ્ટે અને દિગ્દર્શન અમોલ શેટગેએ કર્યુ હતું. ફિલ્મની વાર્તા મહેશ ભટ્ટે લખી હતી. બિપાશા અને ડીનોએ આ ફિલ્મમાં ઘણાં અંતરંગ દૃશ્યો આપ્યા હતાં.

કસૂર

કસૂર

2001માં રિલીઝ થયેલ કસૂર ફિ્લમની વાર્તા પણ મહેશ ભટ્ટે અને નિર્માણ મુકેશ ભટ્ટે કર્યુ હતું. આ ફિલ્મમાં આફતાબ શિવદાસાની તેમજ લીઝા રે મુખ્ય ભૂમિકામાં હતાં. બંને વચ્ચે અનેક નજીકના અને કિસિંગ સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતાં. ફિલ્મના ગીતો એ વર્ષના હિટ ગીતોમાં શામેલ હતાં.

રાઝ

રાઝ

2002માં આવેલ સસ્પેંસ થ્રિલર રાઝ ફિલ્મે ભટ્ટ કૅમ્પને સફળતાની ટોચે પહોંચાડી દીધી. બિપાશા અને ડીનોની જોડીએ આ ફિ્લમથી બૉલીવુડમાં તહેલકો મચાવ્યો. ડીનો તેમજ બિપાશા વચ્ચેના સેક્સી સીન્સે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું.

રાઝ

રાઝ

બિપાશા બાસુ તેમજ જ્હૉન અબ્રાહમ વચ્ચે અફૅર જિસ્મ ફિલ્મ બાદથી જ શરૂ થયું. બંને વચ્ચેની કેમેસ્ટ્રીએ દરેક દર્શકને આશ્ચર્યમાં મુકી દીધાં. ફિલ્મ દરમિયાન બંને વચ્ચે ફિલ્માવાયેલ અંતરંગ દૃશ્યો, કિસિંગ સીન એટલા સુંદર હતાં કે દર્શકો આ જોડીના દીવાના બની ગયાં.

પાપ

પાપ

2004માં આવેલ પાપ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટના પુત્રી અને બૉલીવુડ અભિનેત્રી પૂજા ભટ્ટે કર્યુ હતું. આ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ તેમજ ઉદિતા ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં ઉદિતા તેમજ જ્હૉન ઉપર ઘણાં સેક્સી સીન્સ ફિલ્માવાયા હતાં.

મર્ડર

મર્ડર

2004માં રિલીઝ થયેલ મર્ડર ફિલ્મ પણ મહેશ ભટ્ટની સેક્સથી ભરપૂર ફિલ્મહતી. ઇમરાન હાશમી તેમજ મલ્લિકા શેરાવતની આ ફિલ્મે વિક્રમજનક સફળતા હાસલ કરી હતી. ફિલ્મમાં મ્લિકાએ અનેક એવા દૃશ્યો આપ્યાં, જે જોઈ લોકો મોમાં આંગળા નાંખતા થઈ ગયાં. ફિલ્મના ગીતોની જેમ ફિલ્મ પણ સુપર હિટ હતી.

રાઝ 2

રાઝ 2

રાઝની સફળતા બાદ મહેશ ભટ્ટે રાઝની સિક્વલ રાઝ 2 ફિલ્મ બનાવી. 2009માં રિલીઝ થયેલ આ ફિલ્મમાં ઇમરાન હાશમી તથા કંગના રાણાવાતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઝહર

ઝહર

2005માં રિલીઝ થયેલ ઝહર ફિલ્મમાં ઉદિતા ગોસ્વામીના બોલ્ડ સીન્સે દરેક દર્શકને આશ્ચર્યમાં મુકી દીધાં. ફિલ્મમાં ઇમરાન હાશમી તથા શમિતા શેટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મના પોસ્ટરમાં જ ઉદિતાની બોલ્ડનેસ જોઈ લોકો ફિલ્મ તરફ આકર્ષાયા હતાં.

મર્ડર 2

મર્ડર 2

2011માં રિલીઝ થયેલ ઇમરાન હાશમી તથા જૅકુલીન ફર્નાન્ડીઝની આ ફિલ્મ મર્ડરની સિક્વલ હતી. ફિલ્મમાં ઇમરાન અને જૅકુલીનના અંતરંગ દૃશ્યો ખૂબ જ ચર્ચામાં રહ્યાં.

રાઝ 3

રાઝ 3

2012માં રિલીઝ થયેલ રાઝ 3 ફિલ્મમાં ઇમરાન હાશમી, બિપાશા બાસુ તથા એશા ગુપ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 3ડીમાં રિલીઝ કરાઈ હતી. ફિલ્મમાં બિપાશાના બોલ્ડ રૂપને જોઈ લોકો દંગ રહી ગયાં. સાથે જ એશા અને ઇમરાનના સેક્સી સીન્સ પણ ખૂબ શાનદાર હતાં.

જિસ્મ 2

જિસ્મ 2

બૉલીવુડમાં પહેલી વાર એક પોર્ન એક્ટ્રેસ સન્ની લિયોનને લઈને કોી ફિલ્મનું નિર્માણ કરાયુ હતું. સન્ની અને અરુણોદય સિંહની આ ફિલ્મે ભારતમાં ખૂબ સારો બિઝનેસ કર્યો. પોર્ન એક્ટ્રેસ હોવાના પગલે સન્નીએ ફિલ્મમાં એવાં-એવાં દૃશ્યો આપ્યાં કે લોકો માત્ર સાંભળીને જ ફિલ્મ જોવા થિયેટરો પહોંચી ગયાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X