સલમાનને યાદ આવી 18 વર્ષ જૂની ફિલ્મ કરણ-અર્જન
મુંબઈ, 25 એપ્રિલ : મહેબૂબ સ્ટુડિયોમાં એક એડ ફિલ્મનું શૂટિંગ કરતાં અભિનેતા સલમાન ખાનને પોતાની 18 વર્ષ જૂની કરણ અર્જુન ફિલ્મની યાદ આવી ગઈ. આ ફિલ્મમાં સલમાન અને શાહરુખે એક સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ 13મી જાન્યુઆરી, 1995ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશને કર્યુ હતું. કરણ અર્જુન એક એક્શન થ્રિલર ફિલ્મ હતી.
મહેબૂબ સ્ટુડિયોમાં એક ઇનરવિયર (ડિક્સી સ્કૉટ)ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને જણાવ્યું - કરણ અર્જુન ફિલ્મનું પ્રારંભિક દૃશ્ય પણ કંઈક આ જ પ્રકારનું હતું કે જેમાં સલમાન અને શાહરુખના માતાનો રોલ કરનાર રાખીએ જણાવ્યુ હતું ...મેરે બેટે આયેંગે, કરન અર્જુન આયેંગે, ધરતી કા સીના ફાડ કે આયેંગે... તે પછી હું બૉક્સિંગ રિંગમાં આવુ છું.
કરણ અર્જુન ફિલ્મમાં સલમાન ખાને કરન સિંહ તથા શાહરુખ ખાને અર્જુન સિંહની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અન્ય સાથી કલાકારો કાજોલ, મમતા કુલકર્ણી, અમરીશ પુરી, રણજીત તથા જ્હૉની લીવર હતાં. ફિલ્મને બેસ્ટ એક્શનનું ફિલ્મફૅર ઍવૉર્ડ અપાયુ હતું.













Click it and Unblock the Notifications
