કોણ છે આસ્થા શાહ? કેમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહેલા દુનિયાભરમાં ચર્ચામાં છે?

ફરી એક વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની હસીનાઓ જલવો વિખેરવા માટે તૈયાર છે. જો કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ એક ખુબસૂરત હસીનાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

આજે આપણે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર વિશે વાત કરવાના છીએ. આ ઈન્ફ્લૂએન્સર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ધુમ મચાવવા માટે તૈયાર છે.

Aastha Shah

તમને જાણીને નવાઈ લાગશે કે આ આ હસીના એક એવી બીમારીથી પીડિત છે જે કોઈની પણ હિંમત તોડી શકે છે. જો કે તેણીએ તેની બિમારીને કમજોરી નહીં પણ હિંમત બનાવી.

આ હસીનાનું નામ આસ્થા શાહ છે અને તેમી પ્રથમ ભારતીય કન્ટેન્ટ ક્રિએટર છે જે લાંબા સમયથી સ્કિન ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરી રહી છે. તેને વિટિલિગો નામની બિમારી છે. જો કે તેમ છત્તા બંધનો તોડીને તેણી રેડ કાર્પેટ પર છવાઈ જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આસ્થા એ છે જેણે લોકોને સુંદરતાની નવી વ્યાખ્યા આપી છે.

આસ્થાના ઈન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે એટલે કે તે 10 લાખ સુધી પહોંચવાથી થોડી જ દૂર છે. આસ્થા એક મેગેઝિનમાં એક નાનકડા વીડિયો દ્વારા ફેમસ થઈ ગઈ હતી. આસ્થાએ પોતાની સફર વિશે પણ જણાવ્યું છે.

આસ્થાએ કહ્યું કે તે બાળપણથી જ વિટિલિગો એટલે કે સફેદ દાગથી પીડિત છે. શરૂઆતમાં, તેણીની ત્વચા પર પેચ હતા અને તે તેની દવાઓ પણ લેતી હતી. આસ્થા કહે છે કે તે તેની ત્વચા અને શરીર વિશે ક્યારેય સભાન નહોતી કારણ કે તેના માતાપિતાએ તેને બાળપણથી જ કમ્ફર્ટ અનુભવ કરાવ્યો હતો. પરંતુ સમાજે આસ્થાને અહેસાસ કરાવવામાં કોઈ કસર છોડી ન હતી કે તેની સાથે કંઈક ખોટું છે.

આસ્થાએ જણાવ્યું કે જ્યારે તેના આખા શરીરમાં આ રોગ ફેલાઈ ગયો ત્યારે તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું. કારણ કે તે પોતાને જેવી રીતે સ્વીકારવા માંગતી હતી. એટલું જ નહીં, તે તેની આસપાસના લોકોને પણ પ્રેરણા આપવા માંગતી હતી. આસ્થાની સફર હ્યુમન્સ ઑફ બોમ્બેથી શરૂ થઈ, જેણે લાખો લોકો સામે તેણીની કહાની મુકી.

આ પછી આસ્થા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ અને લોકો સાથે વાત કરવા લાગી. આસ્થાએ જણાવ્યું કે ઘણી બ્રાન્ડ્સે તેને સપોર્ટ કર્યો. તેણીએ નાયકા બ્યુટી સાથે કોલબરેટ કર્યુ અને પછી આસ્થાના રંગ અનુસાર નવા ફાઉન્ડેશનના વધુ નવા શેડ્સ લોન્ચ કર્યા.

મહિલા દિવસ પર કોસ્મોપોલિટને આસ્થાને તેના કવર પેજ પર સ્થાન આપ્યું અને તેણીને એક પ્રેરણાત્મક અને સુંદર મહિલા તરીકે રજૂ કરી.

ત્વચાના આ વિકાર સાથે જીવવું આસ્થા માટે ક્યારેય સરળ નહોતું. તેણી જણાવે છે કે આખો સમય પોતાને ઢાંકીને રાખવી પડતી હતી અને કેટલીકવાર એવા કપડાં પહેરવા પડતા હતા જેથી તેના શરીરનો કોઈ ભાગ દેખાઈ ન શકે. તે ક્યારેય સમજી શકી 0નહીં કે લોકો તેને કેમ સમર્થન આપતા નથી. તેણે કહ્યું કે મારો પરિવાર હંમેશા મારી સાથે ઉભો રહ્યો છે.

જણાવી દઈએ કે આ રોગ એક એવી સ્થિતિ છે જેમાં ત્વચાનું પિગમેન્ટેશન સતત ગાયબ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X