જગદીશ માલી : રેખા સહિત અનેકના સૌંદર્યને આપ્યુ હતું નિખાર
મુંબઈ, 13 મે : બૉલીવુડની અત્યાર સુધીની સૌથી સુંદર અભિનેત્રી તરીકે જાણીતા રેખાના સૌંદર્યને પોતાના કૅમેરે કંડારનાર ફોટોગ્રાફર જગદીશ માલી હવે આપણી વચ્ચે નથી રહ્યાં. જગદીશ માલી જાન્યુઆરીમાં મુંબઈના માર્ગો ઉપર ભિખારી જેવી અવસ્થામાં મળતાં ચર્ચામાં આવ્યા હતાં. તે પછી તેઓનું નામ આજે પ્રકાશમાં આવ્યું કે જ્યારે મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં તેમનું મોત થઈ ગયું.

આખરે કોણ હતાં જગદીશ માલી? અંતરા માલી ભલે પોતાની હૉનટેસ અને ગ્લૅમરસના કારણે જાણીતા થયાં હોય, પરંતુ તેમના પિતા તરીકે જગદીશ માલી તેમના કરતાં વધુ સફળ રહ્યા હતાં બૉલીવુડમાં. 1980-90ના દાયકામાં જગદીશ માલી પોતાની શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે જાણીતા હતાં. તે વખતે બૉલીવુડમાં આવનાર નવા કલાકારોની ગ્લૅમરસ તથા શ્રેષ્ઠ ફોટો ખેંચી જગદીશ માલી અચાનક જ સૌની નજરોમાં આવી ગયાં. તેમણે અનેક મૅગઝીનો માટે પણ એક્ટર્સની સારી-સારી અને ગ્લૅમરસ તસવીરો ખેંચી. રેખાના સૌંદર્યને તસવીરોમાં બહેતરીન રીતે કેદ કરવા તથા તસવીરો વડે તેમના સૌંદર્યને સદા માટે સદાબહાર કરી દેનાર જગદીશ માલી ખૂબ ફેમસ હતાં. જગદીશ માલીએ ફોટોગ્રાફીમાં ઘણી મહારત હાસલ કરેલી હતી.
તેમણે અનેક ફેમસ એડ ફિલ્મ્સ પણ શૂટ કરી હતી. તેમાં કોલગેટ, ચંદ્રિકા સોપ, પરાગ સાડીઓ તથા વિનાયક સાડીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત જગદીશ માલીએ વિપુલ સાડીઓ, રૂપમ સાડીઓ માટે કૅટલૉગ પણ બનાવ્યા હતાં. એડ ફિલ્મો ઉપરાંત તેમણે કેટલીક બૉલીવુડ ફિલ્મોની પબ્લિસિટી તસવીરો પણ ખેંચી હતીં કે જેમાં તક્ષક, બુલંદી, ગુલામ, આગ કા દરિયા, ફૂલ ઔર કાંટેનો સમાવેશ થાય છે. જગદીશ માલીએ અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓને પોતાના કૅમેરે કેદ કરી તેમના સૌંદર્યને વધુ નિખાર આપ્યું. તેમાં પ્રીતિ ઝિંટા, ટ્વિંકલ ખન્ના, આમિર ખાન, અમિતાભ બચ્ચન, રાણી મુખર્જી, મિલંદ ગુનાજી, દીપ્તિ ભટનાગર, ડિમ્પલ કાપડિયાનો સમાવેશ થાય છે. તેમણે અનેક આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો પણ કર્યાં.
જગદીશ માલીના પુત્રી અંતરા માલી બૉલીવુડના અભિનેત્રી રહી ચુક્યાં છે. તેમને બૉલીવુડમાં કંઈ ખાસ સફળતા મળી નહોતી.












Click it and Unblock the Notifications
