ડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર

Written By:
Subscribe to Oneindia News

નવા વર્ષની શરૂઆતમાં એવોર્ડ્સ ઉપરાંત જે એક વસ્તુ સૌનું ધ્યાન ખેંચે છે એ છે કેલેન્ડર. કેગફિશરના હોટ એન્ડ બોલ્ડકેલેન્ડર જેટલું જ ફેમસ છે ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીનું સ્ટાર સ્ટડેડ કેલેન્ડર. ફેમસ સેલિબ્રી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની કેલેન્ડરની પણ સૌ કોઇ રાહ જોતા હોય છે. આ વર્ષના તેમના કેલેન્ડરમાં અમિતાભ બચ્ચન, શાહરૂખથી માંડીને વરુણ ધવન અને સની લિયોન સુધીના સ્ટાર જોવા મળ્યા હતા.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

ડબ્બૂ રત્નાની કેલેન્ડરમાં શાહરૂખ ન હોય એ શક્ય નથી. આ વખતે પણ બોલિવૂડના કિંગ ખાન આ કેલેન્ડરના પ્રાઇમ સિલેક્ટેડ સિતારાઓમાંના એક હતા. બ્લેક સૂટ સાથે બ્લેક કોહલ આંખો સાથે શાહરૂખનો લૂક ક્લાસિક અને છતાં સહેજ ડિફરન્ટ છે. આ લૂક તમને શાહરૂખની અશોકા અને રઇસ જેવી ફિલ્મ યાદ અપાવે છે. શાહરૂખ આ અવતારમાં અત્યંત હોટ લાગે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ આજ-કાલ સૌની ફેવરિટ છે. ગત વર્ષના કેલેન્ડરમાં આલિયાએ ટોપલેસ પોઝ આપ્યો હતો અને આ વખતે પણ તે બોલ્ડ પોઝ આપતા ખચકાઇ નથી. લાઇટ સ્માકી આયઝ અને ટ્રાઇબલ રિંગ્સ સાથેનો તેનો આ ટોપલેસ અવતાર કોઇ પણ જોતું જ રહી જાય.

ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન

ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે ઐશ્વર્યાએ ક્રિસ્ટલ સ્ટડેડ ગાઉન પહેર્યું હતું, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. અભિષેક પણ કેલેન્ડર માટે ડબ્બૂ રત્નાનીનો હોટ ફેવરિટ છે. વ્હાઇટ ટીશર્ટ, ટ્રાઉઝર્સ અને બ્લૂ જેકેટમાંતે અહીં પલંગ પર કૂદકો મારતો જોવા મળે છે. તેની આ તસવીર ખાસી રિફ્રેશિંગ છે અને તેની છબિને મેળ ખાય છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાનો કેલેન્ડર લૂક અત્યંતહોટ હતો. તે છેલ્લા ઘણા સમયથી આટલા ગ્લેમરસ અંદાજમાં જોવા નથી મળી. તેણે પણ ઐશ્વર્યાની માફક સિક્વિન રોયલ બ્લૂ પાર્ટી ડ્રેસ પહેર્યો હતો, નેકલેસ અને બ્રેસલેટ ઉપરાંત તેની કર્લી હેર પણ ખાસ ધ્યાન ખેંચતા હતા. સોનાક્ષી સિન્હાના ફેન્સ તેનો આ અવતાર જોઇ ચોક્કસ ખુશ થયા હશે.સોનાક્ષી સિન્હાનો કેલેન્ડર લૂક અત્યંતહોટ હતો. તે છેલ્લા ઘણા સમયથી આટલા ગ્લેમરસ અંદાજમાં જોવા નથી મળી. તેણે પણ ઐશ્વર્યાની માફક સિક્વિન રોયલ બ્લૂ પાર્ટી ડ્રેસ પહેર્યો હતો, નેકલેસ અને બ્રેસલેટ ઉપરાંતતેની કર્લી હેર પણ ખાસ ધ્યાન ખેંચતા હતા. સોનાક્ષી સિન્હાના ફેન્સ તેનો આ અવતાર જોઇ ચોક્કસ ખુશ થયા હશે.

સની લિયોન

સની લિયોન

ગત વર્ષની માફક જ આ વર્ષનો પણ સનીનો ડ્રેસ અત્યંત હોટ હતો. બ્લેક આઉટફિટ અને ક્ની-લેન્થ બૂટ્સમં તે સુપરહોટ લાગી રહી છે. ગતા વર્ષના કેલેન્ડરમાં તે ગોલ્ડન જેકેટમાં જોવા મળી હતી. તેના એ બેબીડોલ અવતારથી આ અવતાર ઘણો જુદો લાગી રહ્યો છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

તુમ્હારી સુલુથી લોકોના મન પર ફરીથી છવાઇ ગયેલ વિદ્યા બાલનને પણ આ કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે અને તે અત્યંત સુંદર લાગી રહી છે. ડીપ નેકલાઇનવાળા બ્લેક ડ્રેસમાં વિદ્યાએ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની ફિલ્મ કરતાં તદ્દન અલગ જ અવતારમાં જોવા મળી હતી.

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર ડબ્બૂ રત્નાની કેલેન્ડરમાં સ્ટ્રાઇપ્ડ બોડીસૂટમાં જોવા મળી હતી. જો કે, કેલેન્ડર ઇવેન્ટ માટે તેણે પહેરેલ ડીપ રેડ સિક્વિન ડ્રેસ પણ અત્યંત સુંદર હતો. તેણે પોતાના ડ્રેસ સાથે થાઇ-હાઇ બૂટ્સ પહેર્યા હતા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ગત વર્ષે ડબ્બૂ રત્નાનીના કેલેન્ડરમાં શ્રદ્ધા બીચ પર હોટ અવતારમાં જોવા મળી હતી. આ વખતના તેના અવતારમાં તે ટોપલેસ લાગે છે. જો કે, તેણે ફોટોશૂટ માટે સ્ટ્રેપલેસ બ્લૂ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યા હતા. તસવીર એ રીતે લેવામાં આવી છે કે, તેમાં એ ટોપલેસ હોય એમ લાગી રહ્યું છે. જો પણ હોય, શ્રદ્ધા આ ફોટોમાં અત્યંત હોટ લાગી રહી છે.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા પણ આ કેલેન્ડર શૂટમાં અત્યંત હોટ લાગી રહી છે. આ શૂટની ટિઝર ઇમેજ એટલી રમૂજી હતી કે, તેનો ફાઇનલ અવતાર આટલો હોટ હશે એ કોઇને ખ્યાલ આવી શકે એમ નહોતું. તે આ તસવીરમાં બ્લેક જેકેટ અને એંકલ લેન્થ બૂટસ સાથે જોવા મળે છે.

કાજોલ

કાજોલ

આ વર્ષના કેલેન્ડરમાં કાજોલ પણ જોવા મળી હતી અને તે હંમેશ કરતા વધુ સુંદર લાગી રહી હતી. રોયલ બ્લૂ ગાઉન અને ડાયમંડ નેકલેસમાં કાજોલ અહીં અત્યંત સુંદર લાગી રહી છે. આ તસવીરનું સરપ્રાઇજ ફેક્ટર એ છે કે, આ અવતાર સાથે તે પાણી ભરેલ બાથટબમાં જોવા મળે છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

શાહરૂખની જેમ જ હૃતિક પણ હવે ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે ઓલ ટાઇમ મોડલ બની ગયા છે. તેના આ લેટેસ્ટ લૂકમાં તે ખૂબ અલગ છતાં હોટ લાગી રહ્યો છે. મોનોક્રોમ હાફ સૂટમાં તે ખૂબ સ્ટાયલિશ પણ લાગી રહ્યો છે અને વળી તેના બંને પોઝ ખૂબ પરફેક્શન સાથે કેપ્ચર અને એડિટ કરવામાં આવ્યા છે.

આમિર ખાન અને અમિતાભ બચ્ચન

આમિર ખાન અને અમિતાભ બચ્ચન

કેઝ્યૂઅલ મોનોક્રોમ ટી-શર્ટમાં આમિર ખાન ખૂબ સરસ લાગી રહ્યો છે. આ શૂટ માટે પણ તેણે પોતાની આગામી ફિલ્મનો દાઢીવાળો લૂક જાળવી રાખ્યો છે. જેને કારણે તેના કેઝ્યૂઅલ લૂકને સુંદર કોન્ટ્રાસ્ટ મળી રહ્યો છે. તો અમિતાભ બચ્ચન આ શૂટ માટે જાંબલી સૂટમાં જોવા મળ્યા હતા. એવરગ્રીન એક્ટરના આ સ્ટાયલિશ અંદાજ પર સૌ કોઇ ફિદા છે.

ક્રિતિ સેનન

ક્રિતિ સેનન

આ કેલેન્ડરમાં કદાચ સૌથી હોટ ફોટો છે ક્રિતિનો. પરિણીતિની માફક જ ક્રિતિની પણ આ શૂટની બિહાઇન્ડ ધ સિન ઇમેજીસ ખૂબ ફની હતી. તેણે કેલેન્ડર માટે જીન્સ અને લેધર બ્રેસલેટ સાથે ટોપલેસ પોઝ આવ્યો છે અને હાથમાં કાઉબોય હેટ પકડી છે.

વરુણ ધવન, ટાઇગર શ્રોફ, સિદ્ધાર્થ મલ્હોત્રા

વરુણ ધવન, ટાઇગર શ્રોફ, સિદ્ધાર્થ મલ્હોત્રા

આ શૂટમાં ટાઇગર અને વરુણ શર્ટલેસ અવતારમાં જોવા મળ્યા હતા તો સિદ્ધાર્થે બ્લૂ એન્ડ વ્હાઇટ સૂટ પહેર્યો હતો. ટાઇગરની તસવીરો તેની એક્શન હીરોની ઇમેજને પરફેક્ટલી સૂટ કરે છે. તો ગત વર્ષે કોમેડી ફિલ્મમાં જોવા મળેલ વરુણની આ તસવીર થોડી ઇન્ટેન્સ છે. ફિલ્મની માફક જ તેનો આ પોઝ પણ સલમાનથી ઇનસ્પાયર્ડ હોય એમ લાગી રહ્યું છે. પૂલ પર શેડ્સ સાથે આરામ ફરમાવતા સિદ્ધાર્થની આ તસવીર ખૂબ કૂલ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

હોલિવૂડ પ્રોજેક્ટમાં વ્યસ્ત પ્રિયંકાએ પણ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે પોઝ આપ્યો હતો. બ્લેક હૂડેડ લેધર જેકેટ અને ડીપ રાઉન્ડ નેક બ્લેક ટોપમાં તે હંમેશની માફક અત્યંત હોટ લાગી રહી છે. પ્રિયંકા ચોપરા આમ પણ ગત વર્ષે પોતાના એક્સ-બોયફ્રેન્ડના લેધર જેકેટને કારણે ખૂબ ચર્ચા રહી હતી.

English summary
who wore what for dabbo ratnani s calendar 2018. Read more here it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.