For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદિપુરૂષના હનુમાન કેમ ચર્ચામાં છે? જાણો કોણ છે આ હનુમાન?

ફિલ્મ આદિપુરુષ ટીઝર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ સાથે વિવાદ પણ જોડાયો છે. આ ફિલ્મમાં રામાયણની ઝલક જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ઓક્ટોબર : ફિલ્મ આદિપુરુષ ટીઝર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ સાથે વિવાદ પણ જોડાયો છે. આ ફિલ્મમાં રામાયણની ઝલક જોવા મળી રહી છે. જેમાં પ્રભાસ રામ અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે હનુમાનજીની ભૂમિકા ચર્ચામાં છે.

હનુમાન કોણ છે?

હનુમાન કોણ છે?

આદિપુરુષ ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવનાર આ અભિનેતાને ચાહકો ઓળખી શક્યા નથી. જો તે તેમ છત્તા પણ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આખરે આદિપુરુષમાં દેખાતા આ હનુમાન કોણ છે? હનુમાનની ભૂમિકા ભજવનાર આ અભિનેતાનું નામ દેવદત્ત ગજાનન નાગે છે. અત્યાર સુધી તેણે માત્ર મરાઠી ફિલ્મોમાં જ કામ કર્યું છે.

મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે

મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે

મરાઠી ફિલ્મો ઉપરાંત દેવદત્ત ગજાનન નાગે ટીવી સિરિયલ જય મલ્હારમાં ભગવાન ખંડોબાનું પાત્ર ભજવ્યું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ સિરિયલથી જ તેમને એક નવી ઓળખ મળી છે. તમને જણાવી દઈએ કે આ પાત્ર માટે તેને વર્ષ 2015માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

તેમની ટીવી સિરિયલો લોકોને પસંદ આવી છે

આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. દેવદત્તે કલર્સ ચેનલની સીરિયલ વીર શિવાજીથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે તેમાં તાનાજી માલુસરેનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તે ફેમસ સીરિયલ લાગી તુઝસે લગનમાં પણ જોવા મળ્યા હતા. તેમની એક્ટિંગ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે

ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ દેવદત્ત ફિલ્મો તરફ વળ્યા. અભિનેતાએ વર્ષ 2013માં ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારાથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય દેવદત્તે વર્ષ 2020માં રિલીઝ થયેલી ઓમ રાઉતની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં સૂર્યાજી માલુસરેનું પાત્ર પણ ભજવ્યું હતું.

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે

આ ફિલ્મથી તેમણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે

ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ દેવદત્ત ફિલ્મો તરફ વળ્યા. અભિનેતાએ વર્ષ 2013માં ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારાથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય દેવદત્તે વર્ષ 2020માં રિલીઝ થયેલી ઓમ રાઉતની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં સૂર્યાજી માલુસરેનું પાત્ર પણ ભજવ્યું હતું.

આ ફિલ્મ સાથે દેવદત્તનું નામ જોડાયેલુ છે

દેવદત્તને આદિપુરુષ ફિલ્મ માટે તેમના શરીરના કારણે જ પસંદ કરવામાં આવ્યા છે. આ વાત અભિનેતાએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી. અભિનેતાએ કહ્યું કે તેનું ફિલ્મ સાથે ખાસ જોડાણ છે અને તેમણે પાત્ર માટે ઘણી મહેનત કરી છે. જો કે, સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના પાત્રની ખૂબ ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેમને ખૂબ નબળા ગણાવી રહ્યા છે.

English summary
Why Hanuman of Adipurusha is in discussion? Know who is this Hanuman?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X