શાહરુખે મહાભારત પર ફિલ્મનો વિચાર પડતો મૂક્યો

મુંબઈ, 10 ડિસેમ્બર : એમ તો કહેવાય છે કે શાહરુખ મિયા એક વાર જે ધારી લે, તો પીછેહઠ નથી કરતાં, પરંતુ લાગે છે કે આ વખતે તેઓ ડરી ગયાં છે અને સાથે ખોટું પણ બોલી રહ્યાં છે. હવે આપ કહેશો કે અમે એવું કેમ કહી રહ્યાં છીએ. તો સાંભળો, શાહરુખ ખાને જણાવ્યું છે કે તેઓ હવે મહાભારત ઉપર ફિલ્મ નહીં બનાવે.

Shahrukh Khan

ગત વર્ષે રા.વન ફિલ્મ રિલીઝ થયા બાદ કિંગ ખાને જણાવ્યુ હતું કે તેઓ મહાભારત પર ફિલ્મ બનાવવા માંગે છે કે જેમાં તેમના હૃદયપૂર્વક ઇચ્છા છે કે તેઓ કર્ણનું પાત્ર ભજવે, પરંતુ હવે તેઓ આમ નથી કરવાનાં, કારણ કે તેમનું કહેવું છે કે તેમને ખબર છે કે રાજકુમાર સંતોષી મહાભારત ઉપર ફિલ્મ બનાવી રહ્યાં છે. તેથી તેઓ હવે ફિલ્મ નહીં બનાવે, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ શાહરુખ ખાને પોતાનો મહાભારત વાળો ઇરાદો એટલા માટે ડ્રૉપ કર્યો, કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે આ ટૉપિક પર આમિર ખાન ફિલ્મ બનાવવાનાં છે. તેથી તેમણે મહાભારત પર ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે, કારણ કે સૌને ખબર છે કે આમિર ખાન જેવા મિસ્ટર પરફેક્શનિસ્ટ સામે ટક્કર લેવી આસાન નથી.

નોંધનીય છે કે આમિર ખાને તાજેતરમાં જણાવ્યું છે કે મહાભારત પર ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે કે જેમાં તેઓ કૃષ્ણનો રોલ કરવા માંગે છે. જોકે જ્યારે-જ્યારે શાહરુખ આમિર ખાન સામે બાથ ભીડવા નિકળ્યાં, તેમને કાયમ માત જ મળી છે. તેથી કદાચ આ વખતે તેમણે ટક્કર લેવાનુ માંડી વાળ્યું અને ફિલ્મનો આઇડિયા ડ્રૉપ કર્યો. વાતને હવા ન મળે તેથી શાહરુખ આમિરના સ્થાને રાજકુમાર સંતોષનુ નામ લીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X