ઓફિસમાં મહિલાને 'સેક્સી' કેમ ન કહેવાય? એ ટ્વિંકલે સમજાવ્યું

Written By:
Subscribe to Oneindia News

ટીવીએફના સીઇઓ પર જાતિય સતામણી નો આરોપ લાગ્યા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ આ અંગે નિવેદન કરી ફરી ચર્ચાનું બજાર ગરમ કર્યું છે. આ વખતે ટ્વીંકલને પતિ અક્ષય કુમારે પણ સમર્થન આપ્યું છે.

ટ્વિંકલ પોતાના ફની અને ઇન્ટરએક્ચ્યુઅલ અંદાજ માટે જાણીતી છે. તેણે આ ગંભીર મુદ્દા પર ખૂબ સટીક અને વ્યંગાત્મક ટિપ્પણી કરી સીવીએફના સીઇઓ પર પ્રહારો કર્યા છે. આ મુદ્દે ટ્વિંકલને લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. પતિ અક્ષય કુમાર સિવાય ટ્વિંકલને તેના આ બ્લોગ પર ફેન્સનું પણ જોરદાર સમર્થન મળ્યું છે. આ કારણે ટીવીએફ સીઇઓ અરુણાભ કુમારને મુદ્દો ફરીથી લાઇમ લાઇટમાં આવી ગયો છે.

શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ટીવીએફ કંપનીની એક ફિમેલ એમ્પલોયે સીઇઓ અરુણાભ કુમાર પર જાતિય સતામણીનો આરોપ મુક્યો હતો. મહિલાએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પોતાની આપવીતી વર્ણવી હતી, જેને કારણે સંપૂર્ણ મામલો સામે આવ્યો હતો. આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ હતી.

સીઇઓ પર આકરા પ્રહારો

સીઇઓ પર આકરા પ્રહારો

ટીવીએફના સીઇઓ અરુણાભ પર આ આરોપ લાગ્યા બાદ લોકોએ પણ તેની પર આકરા પ્રહારો કર્યા હતા. બે અન્ય મહિલાઓએ પણ અરુણાભ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો અને મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘણા સેલિબ્રિટિઝે આ અંગે નિવેદનો આપ્યા હતા.

અરુણાભનું શરમજનક નિવેદન

અરુણાભનું શરમજનક નિવેદન

આ દરમિયાન અરુણાભનું પણ એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં તેણે કહ્યું હતું, મને જે મહિલા સેક્સી લાગે, તેને હું ત્યારે જ કહી દઉં છું. અરુણાભનું આ નિવેદન વાયરલ થતાં હોબાળો વધ્યો હતો અને અરુણાભ જાણે લોકોના નિશાને આવી ગયો હતો.

ટ્વીંકલે તેના જ શબ્દોમાં પકડાવ્યો જવાબ

ટ્વીંકલે તેના જ શબ્દોમાં પકડાવ્યો જવાબ

ટ્વિંકલ ખન્નાએ અરુણાભને તેના જ શબ્દોમાં સણસણતો જબાવ આપ્યો છે. તેણે પોતાના બ્લોગમાં લખ્યું છે, પ્રોફશનલ વાતાવરણમાં 'સેક્સી' શબ્દનો ઉપયોગ ત્યારે જ યોગ્ય ગણાય જ્યારે તે નાચવાવાળી હોય અને તમે તેને પ્રોત્સાહન આપી રહ્યા હોવ. ટ્વીંકલે મહિલાઓની છેડતી કરતા બોસને સલાહ આપતા કહ્યું કે, તેમણે બાર, ક્લબ, ટિંડર કે સગા-સંબંધીઓના લગ્નની વ્યવસ્થાનું કામ સંભાળવું અને મહિલાઓને ઓફિસમાં શાંતિથી કામ કરવા દેવું.

અક્ષય કુમારે કર્યું સમર્થન

અક્ષય કુમારે પત્ની ટ્વિંકલની આ વાતનું સમર્થન કર્યું છે. તેણે ટ્વિંકલનો બ્લોગ ટ્વીટ કરી લખ્યું છે કે, ટ્વીંકલનો પંચ મારા પંચ કરતાં પણ વધુ દમદાર છે. ટ્વિંકલના આ બ્લોગને અનેક લોકોએ વખાણ્યો છે.

વ્યંગાત્મક ટિપ્પણાઓ માટે જાણીતી ટ્વિંકલ

વ્યંગાત્મક ટિપ્પણાઓ માટે જાણીતી ટ્વિંકલ

ટ્વિંકલ ખન્ના પોતાના વ્યંગ માટે જાણીતી છે. તે એક જાણીતા અખબાર માટે લેખ લખે છે, જેમાં તે અવારનવાર નેશનલ મુદ્દાઓ પર ટિપ્પણી કરતી રહે છે. આ કારણે ક્યારેક તેનો વિરોધ થાય છે, તો ક્યારેક તેને લોકોનું સમર્થન મળે છે. ટ્વિંકલ ખન્નાના નિશાનાથી રણવીર સિંહ કે સલમાન ખાન પણ નથી બચ્યા.

English summary
Twinkle Khanna gave it back to TVF CEO Arunabh Kumar in his own words. Read Twinkle Khanna's latest blog.
Please Wait while comments are loading...