• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : કારણ કે આયટમ ગર્લ એટલે કંટ્રોવર્સી નહીં - હેલન

|

મુંબઈ, 21 નવેમ્બર : તેમના સુંદર હુશ્ન તથા કાતિલ અદાઓની ખુમારી સિનેપ્રેમીઓના હૃદયમાં આજે પણ જળવાયેલી છે. તેમનું નામ સાંભળતા જ લોકોને અનાયાસે યાદ આવી જાય છે પેલું ગીત ઓ હસીના જુલ્ફોં વાલી જાને જહાં... તથા તેની ઉપર તેમનું થિરકવું. વીજળીની જેમ થિરકનાર હિન્દી સિનેમાની તે અભિનેત્રીનું નામ છે હેલન. તેમનું આખુ નામ હેલન રિચર્ડસન ખાન કે જેમણે ગઈકાલે પોતાના જીવનની જ્યુબિલી ઉજવી. તેઓ 76 વર્ષના થઈ ગયાં છે.

હેલનનું માનવું છે કે આયટમ ગર્લ એટલે કંટ્રોવર્સી નથી હોતું. આજે આયટમ સૉંગ અને આયટમ ગર્લ ખૂબ જ ચર્ચામાં હોય છે, પરંતુ હેલન કદાચ બૉલીવુડના પ્રથમ આયટમ ગર્લ હતાં અને તેઓ માને છે કે ડાન્સ એક કળા હોય છે, તેને ક્યારેય આયટમ ન કહી શકાય.

હેલને બે ધર્મોમાં પોતાનું જીવન પસાર કર્યું છે, પરંતુ આનાથી વધુ રસપ્રદ બાબત એ છે કે હેલનના પિતા રિચર્ડસન ફ્રાંસિસી એંગ્લો ઇન્ડિયન હતાં, માતા રિચર્ડસન બર્મી એટલે કે બર્મા (હવે મ્યાંમાર)ના હતાં અને દાદા સ્પેશનિશ હતાં. તેમના સગા પિતાનું નામ જૈરાગ હતું. 21મી નવેમ્બર, 1938ના રોજ હેલનનો જન્મ થયો હતો. પિતા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં શહીદ થયા બાદ હેલનના માતા પોતાના બાળકો સાથે ભારત આવી ગયાં. ભારતમાં હેલને શરુઆતના તબક્કામાં ઘણો સંઘર્ષ કર્યો.

નર્સ માતાની કમાણી વડે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડતું. તેથી હેલને પોતાનો અભ્યાસ છોડવો પડ્યો. દરમિયાન હેલનના પારિવારિક મિત્ર અને પચાસના દાયકાના પ્રસિદ્ધ નૃત્યાંગના કુક્કૂએ તેમને ફિલ્મોમાં ડાન્સ કરવાની સલાહ આપી. કુક્કૂની મદદથી હેલનનું ફિલ્મોમાં પદાર્પણ થયું. આરંભે હેલને નર્તકીઓના જૂથમાં નૃત્ય કર્યું. અલિફ લૈલા (1953) ફિલ્મમાં હેલન પ્રથમ વાર સોલો ડાન્સ કરતા નજરે પડ્યાં. નિર્માતા પી. એન. અરોરાને હેલનનો ડાન્સ ગમી ગયો અને પછી અરોરાની હુર-એ-અરબ (1995), નીલોફર (1957), ખજાંચી (1958), સિંદબાદ, અલીબાબા, અલાદીન (1965) જેવી ફિલ્મોમાં હેલન નજરે પડ્યાં.

હેલનનો જાદૂ ચાલ્યો

હેલનનો જાદૂ ચાલ્યો

1958માં આવેલી ફિલ્મ હાવડા બ્રિજના ગીત મેરા નામ ચિન ચિન ચૂ... સાથે હેલનને જાદૂ ચાલ્યો. દરમિયાન હેલને અનેક નૃત્ય શૈલીઓ શીખી. આરંભે તેમણે મણિપુરી નૃત્ય શીખ્યું અને પછી પોતાના ગુરુ તથા તે વખતના જાણીતા નૃત્ય દિગ્દર્શક પી. એલ. રાજ પાસે ભરત નાટ્યમ અને કત્થક શીખ્યું,પરંતુ એમ કહેવું ખોટુ નહીં હોય કે ભારતીય સિનેમામાં કૅબ્રે તથા બૅલેનો આગાજ કરનાર હેલન જ હતાં.

કૅબ્રે ક્વીન હેલન

કૅબ્રે ક્વીન હેલન

એક ઇન્ટર્વ્યૂમાં હેલને જણાવ્યુ હતું કે નૃત્ય દિગ્દર્શક ગોપાલકૃષ્ણ તેમને કહેતા - એક વાર જ્યારે સંગીત શરૂ થઈ જાય, તોહેલન ગાયબ થઈ જાય છે અને તેમની અંદર એક નવો માણસ હોય છે. દરમિયાન હેલને જણાવ્યુ હતું - જ્યારે સંગીત વાગતું, તો ખબર નહીં મને શું થઈ જતું. હેલને દાયકાઓ અગાઉ નૃત્યના બળે સિનેમામાં માત્ર પોતાનું સ્થાન જ નહોતુ બનાવ્યું, પણ હિન્દી સિનેમાના બહેતરીન આયટમ ગર્લ તથા અભિનેત્રીનો મુકામ પણ હાસલ કર્યો. કૅબ્રે ડાન્સ તથા અભનય વડે તેઓ હિન્દી સિનેમાના કૅબ્રે ક્વીન બની ગયાં.

મદમસ્ત અભિનેત્રી હેલન

મદમસ્ત અભિનેત્રી હેલન

હાવડા બ્રિજ હેલનના કૅરિયરનું બ્રિજ સાબિત થઈ અને પછી તેઓ ફિલ્મોમાં પોતાની કાતિલ અદાઓ તથા બિંદાસ્ત નૃત્યનો જાદૂ ચલાવવા લાગ્યાં. તીસરી મંજિલનું ઓ હસીના જુલ્ફોં વાલી... કારવાંનું પિયા તૂ અબ તો આજા... જીવન સાથીનું આઓ ના ગલે લગા લો ના..., ડૉનનું યે મેરા દિલ પ્યાર કા દીવાના..., ઇંતકામનું ઓ જાને જાં... અને શોલેનું મહેબૂબા ઓ મહેબૂબા... આ તમામ ગીતોમાં હેલનનો ડાન્સ આજે પણ લોકોને નાચવા-ઝૂમવા મજબૂર કરી દે છે. હેલન મોટાભાગો ગીતા દત્ત તથા આશા ભોંસલેના સ્વરોમાં ઝુમ્યાં.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર

એમ તો હેલન કૅબ્રે ક્વીન બની ચુક્યા હતાં. છતાં તેમણે અભિનયમાં પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કરી. લહુ કે દો રંગ, ઈમાન ધરમ, અફસાના, ડૉન જેવી ફિલ્મો તેમના અભિનય કૅરિયર માટે બહેતર સાબિત થઈ. મહેશ ભટ્ટની લહુ કે દો રંગ માટે 1979માં હેલનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. કૅરિયરની સાથે-સાથે હેલનનું વ્યક્તિગત જીવન પણ સંઘર્ષમય રહ્યું. આરંભિક તબક્કામાં તેઓ પી. એન. અરોરા સાથે રહ્યાં. ધીમે-ધીમે પ્રેમનો રંગ ઉતરવા લાગ્યો. અરોરાએ હેલનના ખાતા તથા તમામ ચીજો પોતાના હસ્તક કરીલીધી અને હેલને એક-એક પૈસા માટે મોહતાજ થવુ પડ્યું. અંતે ત્રાસીદને હેલન 1974માં અરોરાથી જુદા થઈ ગયાં.

એક પુત્રી અર્પિતા છે

એક પુત્રી અર્પિતા છે

એક બાજુ હેલન પોતાના વ્યક્તિગત જીવનની મુશ્કેલીઓ સામે ઝઝુમતા હતાં, તો બીજી બાજુ પદ્મા ખન્ના, જયશ્રી ટી, બિન્દુ તથા અરુણા ઈરાની જેવી નાયિકાઓએ ડાન્સર તથા ખલનાયિકાઓની ભૂમિકાઓ કરતા હેલનનો રંગ ફીકો પડવા લાગ્યો. હેલન પછી પોતાના મિત્ર સલીમ ખાનના શરણે ગયાં. 1981માં તેઓ સલીમના બીજા પત્ની બન્યાં. આરંભે સલીમના પરિવારે વિઘ્નો ઊભા કર્યાં, પણ પછી બધુ ઠીક થઈ ગયું. હેલનની એક પુત્રી અર્પિતા છે.

લાઇફટાઇમ ઍચીવમેંટ પુરસ્કાર

લાઇફટાઇમ ઍચીવમેંટ પુરસ્કાર

ઘણા દાયકાઓ બાદ હેલન મોહબ્બતેં, હમ દિલ દે ચુકે સનમ, ખામોશી ધ મ્યુઝિકલ તથા દિલ ને જિસે અપના કહા જેવી ફિલ્મોમાં નજરેપડ્યાં. પોતાના કૅરિયરમાં 500 કરતા વધુ ફિલ્મો કરનાર હેલનને 1998માં લાઇફટાઇમ ઍચીવમેંટ પુરસ્કાર તથા 2009માં પદ્મશ્રી સન્માનથી નવાજાયાં.

હેલન જેવો કોઈ નહીં

હેલન જેવો કોઈ નહીં

આજના દોરની ફિલ્મોમાં આયટમ સૉંગ તથા આયટમ ગર્લ્સની ભરમાર છે. દરરોજ એક નવો ચહેરો સામે આવે છે, પણ કૅબ્રે ક્વીન હેલન જેવો ન કોઈ થયો છે અને નથી થવાનો. તેમનું ગાંભીર્ય, તેમની અદા અને તેમના ડાન્સનો જાદુ હિન્દી સિનેમામાં કાયમ જળવાઈ રહેશે.

હેલનનું જીવન બે ધર્મો સાથે

હેલનનું જીવન બે ધર્મો સાથે

હેલને બે ધર્મોમાં પોતાનું જીવન પસાર કર્યું છે, પરંતુ આનાથી વધુ રસપ્રદ બાબત એ છે કે હેલનના પિતા રિચર્ડસન ફ્રાંસિસી એંગ્લો ઇન્ડિયન હતાં, માતા રિચર્ડસન બર્મી એટલે કે બર્મા (હવે મ્યાંમાર)ના હતાં અને દાદા સ્પેશનિશ હતાં. તેમના સગા પિતાનું નામ જૈરાગ હતું.

શહીદ પિતાના દીકરી

શહીદ પિતાના દીકરી

21મી નવેમ્બર, 1938ના રોજ હેલનનો જન્મ થયો હતો. પિતા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં શહીદ થયા બાદ હેલનના માતા પોતાના બાળકો સાથે ભારત આવી ગયાં. ભારતમાં હેલને શરુઆતના તબક્કામાં ઘણો સંઘર્ષ કર્યો.

English summary
Dancing Queen Helen completes 75 years of life on 21 november and we tell you why she was the dancing queen for 3 decades.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more