For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 દિવસમાં ફિલ્મ જગતમાંથી ત્રીજા દુઃખદ સમાચાર, એક્ટર અભિષેક ચેટર્જીનુ હાર્ટ એટેકનુ નિધન

ફિલ્મ જગતમાંથી છેલ્લા ચાર દિવસમાં સતત ત્રીજા દુઃખદ સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ ફિલ્મ જગતમાંથી છેલ્લા ચાર દિવસમાં સતત ત્રીજા દુઃખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મના જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીનુ નિધન થઈ ગયુ છે. 57 વર્ષના અભિષેક ચેટર્જી છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે અભિષેક ચેટર્જીનુ નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. જો કે, ડૉક્ટરો તરફથી આ અંગે કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે તમિલ ફિલ્મોની અભિનેત્રી ગાયત્રીનાકાર અકસ્માતમાં નિધનના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે બૉલિવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ગલી બૉયમાં સાઉન્ડટ્રેક માટે પોતાનો અવાજ આપનાર રેપર ધર્મેશ પરમારનુ નિધન થઈ ગયુ.

શૂટિંગ દરમિયાન અચાનક બગડી તબિયત

શૂટિંગ દરમિયાન અચાનક બગડી તબિયત

તેમના સ્વજનો પાસેથી મળેલી માહિતી મુજબ અભિષેક ચેટર્જી આ સપ્તાહની શરુઆતમાં એક ટીવી શોના શૂટિંગ માટે ગયા હતા જ્યાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ત્યારબાદ અભિષેક શૂટિંગમાંથી પાછા ઘરે આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે અભિષેક ચેટર્જીનો ઈલાજ ઘરમાં જ ચાલી રહ્યો હતો જ્યાં ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

ફિલ્મ પથભોલાથી કરી હતી કરિયરની શરુઆત

ફિલ્મ પથભોલાથી કરી હતી કરિયરની શરુઆત

અભિષેક ચેટર્જીએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત 1986માં તરુણ મજૂમદારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પથભોલાથી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે સંધ્યા રૉય, પ્રોસેનજીત ચેટર્જી, તપસ પૉલ અને ઉત્પલ દત્ત જેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યુ હતુ. તેમની અન્ય ફિલ્મોમાં ઓરા ચારજોન, તુમી કોતો સુંદર, સુરેર આકાશ, તૂફાન, મર્યાદા, અમર પ્રેમ, પાપી, હરાનેર નટ જમાઈ, જીવન પ્રદીપ, પુરુષોત્તમ અબીરવબ, મેયર આંચલ, અર્જૂન અમર નામ અને સબુજ સાથી જેવી ફિલ્મો હતી. ફિલ્મો ઉપરાંત તેમણે ટેલીવિઝન જગતમાં પણ કામ કર્યુ.

મમતા બેનર્જીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

મમતા બેનર્જીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

અભિષેક ચેટર્જીના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ફિલ્મ જગતના ઘણા કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યુ છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અભિનેતા અભિષેક ચેટર્જીના અચાનક નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયુ છે. અભિષેક એક પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતા હતા જેમને ક્યારેય નહિ ભૂલી શકાય. આપણી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ એક ખૂબ મોટો ઝટકો છે. તેમના પરિવારના લોકો અને દોસ્તો પ્રત્યે હું મારી ઉંડી સંવેદના પ્રગટ કરુ છુ.'

English summary
Within 4 Days Third Bad News From Film Industry, Actor Abhishek Chatterjee Passes Away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X