કોઇ સીલ્વર સ્ટાર તો કોઇ આઇસ્ક્રીમ ગર્લ, શું થયું છે બોલીવૂડ સ્ટાર્સને?
બોલીવૂડ સ્ટાર્સ હંમેશા તેમના દેખાવ અને લૂકના લીધે કરીને સૌથી વધુ પ્રસિદ્ઘી મેળવતા હોય છે. અને આજ કારણ છે કે આ તમામ સ્ટાર્સ તેમની ફિટનેસ અને ફેશન સ્ટાઇલનું ખાસ ધ્યાન રાખે છે. પણ ધણીવાર કંઇક હટકે દેખાવાના ચક્કરમાં તે તેના કપડા પહેરી લેતા હોય છે કે ઉલમાંથી ચૂલમાં પડી જવાય.
તો બસ આજે અમે તમારી માટે કેટલાક આવા જ બોલીવૂડ સ્ટાર અને તેમની બકવાસ ફેશન સેન્સની તસવીરો લાવ્યા છીએ. જેને જોઇને તમે પણ કહેશો કે આવા કપડા તો કંઇ પહેરાતા હશે. ખરેખરમાં આ કપડા પહેરીને આપણે પણ નાકા સુધી દૂધ લેવા ના જઇએ. પણ આ સ્ટાર્સ તો પોતાની જાતને મિસ્ટર કે મિસ કૂલ સમજીને ઇવેન્ટમાં પહોંચી ગયા છે. તો કોણ કોણ છે તે સ્ટાર જેની ફેશન સેન્સે તેમની આપી છે માત...તે વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં.....

ભૂતની ફિલ્મમાં રોલ
અમૃતા રોયનો આવો ડ્રેક્યૂલા ડ્રેસ જોઇને આવનારા દિવસોમાં વિક્રમ ભટ્ટ તેમનો સંપર્ક કરી શકે છે. મેન લીડ માટે નહીં પણ ભૂત બનવા માટે તો ખરો જ! શું કહો છો?

મેંગોડોલી
જેકલીન તારે આઇસ્ક્રીમ જ વેચવો હતો તો કોઇ એડ કરી લેતી આવી મેંગોડોલી બનાવાની શું જરૂર હતી?

લાલ ટામેટું
નાનપણ એક બાળ ગીત હતું...ટામેટું રે ટામેટું...લાલ લાલ ટમેટું...ખરેખરમાં રાધિકા આપ્ટેને જોઇને તે ગીત ફરી યાદ આવી ગયું.

પરણિતી ચોપડા
પરણિતાને ઉપરથી જોઇએ તો સુપર હોટ, સુપર કૂલ ગર્લ લાગી રહી છે. પણ નીચેના ચીથરેલા હાલ જોઇને તેવું થાય છે કે ક્યાંથી કોઇ કાળા રંગનું કપડું મળી જાય તો થોડા થીગડા મારી આપું!

ગૌહર ખાન
ગૌહર ખાનનો આ ડ્રેસ જોઇને કોઇને તેમના બેડરૂમનો પડદો યાદ આવી જાય તો નવાઇ નહીં.

ઉર્વશી
એલ્યુમિનિયમના ફોઇલમાં પણ આટલી ચમક હોય જેટલી ચમક ઉર્વશીના આ ડ્રેસમાં છે. અને તેથી પણ નવાઇની વાત એ છે કે ઉર્વશીનો આ એરપોર્ટ લૂક છે...બોલો!

રણવીર
રણવીરની સ્ટાઇલ હંમેશા અજીબ અને અલગ હોય છે. પણ આવું ચમકીલુ બ્લેઝર તો કોઇ પહેરતું હશે?












Click it and Unblock the Notifications
