For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા અભિનેત્રી ઝોહરા સહેગલનું નિધન, આજે અંતિમ સંસ્કાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જુલાઇ: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઝોહરા સહેગલનું ગુરુવારે દિલ્હીની એક હોસ્પિટલમાં હૃદયના હુમલાના કારણે નિધન થઇ ગયું છે. તેમની ઉંમર 102 વર્ષની હતી. ઝોહરાએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું ઝોહર દેખાડ્યું હતું. ઝોહરા પોતાના જિંદાદિલી માટે ખૂબ જ જાણીતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે શુક્રવારે દિલ્હીના લોધી રોડ પર બનેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

ઝોહરાની છેલ્લી હિન્દી ફિલ્મ 2007માં સંજય લીલા ભણસાલીની 'સાંવરિયા' હતી. તેમણે અમિતાભ બચ્ચનની સાથે 'ચીની કમ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત 'વીર-ઝારા' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા.

એપ્રિલ 1912ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલા ઝોહરા સહેગલે પોતાનું કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું હતું. તેઓ હંમેશાથી થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ માનતા હતા. ત્યાંથી જ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.

ઝોહરા સહેગલ સતત કામ કરતા રહેવાને તેમના લાંબા આયુષ્યનું રાજ ગણાવતા હતા. તેમણે 'ચીની કમ'માં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2012માં જ્યારે ઝોહરા સહેગલે 100 વર્ષ પૂરા કર્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા.

ઝોહરા કહેતા હતા કે તેમની લાંબી ઉંમરનું રાજ લાંબા સમય સુધી સક્રિય રહેવું હતું. ઝોહરા સહેગલ કહેતા હતા કે જો આપ નિષ્ક્રિય થઇને ઘરે બેસી ગયા તો સમજી લો કે આપ ખતમ થઇ ગયા. ઝોહરાને 1998માં પદ્મશ્રી અને 2010માં પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

હૃદયના હુમલાના કારણે નિધન

હૃદયના હુમલાના કારણે નિધન

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઝોહરા સહેગલનું ગુરુવારે દિલ્હીની એક હોસ્પિટલમાં હૃદયના હુમલાના કારણે નિધન થઇ ગયું છે. તેમની ઉંમર 102 વર્ષની હતી. ઝોહરાએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું ઝોહર દેખાડ્યું હતું. ઝોહરા પોતાના જિંદાદિલી માટે ખૂબ જ જાણીતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે શુક્રવારે દિલ્હીના લોધી રોડ પર બનેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

છેલ્લી યાદગાર ફિલ્મો

છેલ્લી યાદગાર ફિલ્મો

ઝોહરાની છેલ્લી હિન્દી ફિલ્મ 2007માં સંજય લીલા ભણસાલીની 'સાંવરિયા' હતી. તેમણે અમિતાભ બચ્ચનની સાથે 'ચીની કમ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત 'વીર-ઝારા' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા.

કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું

કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું

એપ્રિલ 1912ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલા ઝોહરા સહગલે પોતાનું કરિયર કોરિયોગ્રાફરના રૂપમાં શરૂ કર્યું હતું. તેઓ હંમેશાથી થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ માનતા હતા. ત્યાંથી જ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.

અમિતાભે તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા

અમિતાભે તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા

ઝોહરા સહગલ સતત કામ કરતા રહેવાને તેમના લાંબા આયુષ્યનું રાજ ગણાવતા હતા. તેમણે 'ચીની કમ'માં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2012માં જ્યારે ઝોહરા સહગલે 100 વર્ષ પૂરા કર્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમને '100 વર્ષની બાળકી' કહ્યા હતા.

તેમના લાંબા આયુષ્યનું રાજ

તેમના લાંબા આયુષ્યનું રાજ

ઝોહરા કહેતા હતા કે તેમની લાંબી ઉંમરનું રાજ લાંબા સમય સુધી સક્રિય રહેવું હતું. ઝોહરા સહેગલ કહેતા હતા કે જો આપ નિષ્ક્રિય થઇને ઘરે બેસી ગયા તો સમજી લો કે આપ ખતમ થઇ ગયા. ઝોહરાને 1998માં પદ્મશ્રી અને 2010માં પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાને કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝોહરા સહેગલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી છે.

English summary
Zohra Sehgal, a quintessential Bollywood diva who essayed character roles with aplomb in a career spanning over seven decades in both theatre and cinema, died in New Delhi on Thursday. She was 102.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X