ગુજરાતની ફિલ્મ "ઢ" મળ્યો નેશનલ એવોર્ડ, જાણો આ ફિલ્મમાં શું છે ખાસ

Posted By:
Subscribe to Oneindia News

65માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ વખતે એક ગુજરાતી ફિલ્મ છવાઇ ગઇ. "ઢ" નામની એનઆઇડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સોનીની ફિલ્મને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મને આ સન્માન પ્રાપ્ત થયું છે. આ ફિલ્મની વાર્તા તેવા ત્રણ વિદ્યાર્થીઓની આસપાસ ફરે છે જે ભણવામાં "ઢ" છે. એક વાર એક ટીચર તેમને કહી દીધુ કે હવે તો તમને કોઇ જાદુ જ પાસ કરાવી શકશે. અને આ વાતને સાચી માની બાળકો જાદુગરની મદદ લેવા પહોંચી જાય છે. આ જાદુગરનું પાત્ર નસરુદ્દીશ શાહે ભજવ્યું છે. ફિલ્મ ખરેખરમાં બાળકોની માસૂમયતને સુંદર રીતે દર્શાવે તેવી છે. અમદાવાદની ભવન્સ કોલેજમાં જ આ ફિલ્મનો સેટ તૈયાર કરીને તેને બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2017માં રોગ સાઇડ રાજુ ફિલ્મને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

dhh

સુત્રોથી મળતી જાણકારી મુજબ જ્યારે આ ફિલ્મ માટે મનીષ નસરુદ્દીન શાહને અપ્રોચ કર્યો હતો ત્યારે તેમની ફી ભરવા માટે પણ તેમની પાસે પૈસા નહતા. પણ નસરુદ્દીનને આ ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી ગઇ અને આ ફિલ્મમાં જાદુગરનો રોલ કરવાની તેમણે હામી ભરી. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતી ફિલ્મો અનેક નવી પ્રકારની સ્ટોરી લઇને આવી રહી છે અને તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વળી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને જે સહાય કરવામાં આવી છે તેના કારણે પણ ગુજરાતી ફિલ્મો નવી વાર્તાઓ સાથે એક્સપરીમેન્ટ કરી શકી છે. જે સારી વાત છે. આ વખતે દિલ્હી ખાતે તે 65માં રાષ્ટ્રીય પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ન્યૂટન ફિલ્મની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી થઇ હતી. વળી દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને સન્માનિત કરવામાં આવી હતી.

English summary
Gujarati Film dhh wins National Award. Read more about this movie here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.