For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Film Awards: ગુજરાતી ફિલ્મ હેલ્લારોને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ

National Film Awards: ગુજરાતી ફિલ્મ હેલ્લારોને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ

|
Google Oneindia Gujarati News

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ હેલ્લારોએ ઈતિહાસ સર્જ્યો છે. પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મના અવોર્ડથી નવાજવામાં આવી છે. ફિલ્મ હેલ્લારોને બે નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યા છે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ અને લેખક પ્રતિક ગુપ્તા છે. આ ફિલ્મને કચ્છમાં શૂટ કરવામાં આવી છે, જેને મહિલા સશક્તિકરણ થીમ પર બનાવવામાં આવી છે. છેલ્લા 66 વર્ષમાં પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ મળ્યો છે.

film hellaro

જણાવી દઈએ કે ફિલ્મના લીડ રોલમાં રહેલ 13 મહિલાઓને સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ પણ મળ્યો છે. શ્રદ્ધા ડાંગર, સાચી જોશી, દેનિશા ઘુમરા, નિલમ પંચાલ, તરજાની ભાડલા, બ્રિન્દા નાયક, તેજલ પંચાસરા, કૌશમ્બી ભટ્ટ, એકતા બચવાની, કામીની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ અને પ્રાપ્તી મેહતાએને સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ મળ્યો છે. ફિલ્મ હેલ્લારો ઓક્ટોબરમાં રિલીઝ થશે.

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહનો હરખ હૈયે સમાતો નહોતો. તેમણે કહ્યું કે 66 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મને આ કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે તેથી હું અને મારી ટીમ બહુ ખુશ છીએ. હું આજે ગુજરાતી સિનેમા જગત માટે ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.

<strong>નેશનલ ફિલ્મ અવોર્ડઃ 'રેવા' બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ</strong>નેશનલ ફિલ્મ અવોર્ડઃ 'રેવા' બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ

English summary
gujarati film hellaro won best feature film award, first gujarati film to win award in such a category
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X