ગુજરાતી મ્યુઝિકલ ફિલ્મ "શુભ આરંભ"નું થયું મ્યુઝિક લોન્ચ

Posted By:
Subscribe to Oneindia News

(માનસી પટેલ) ગુજરાતી ફિલ્મસના નિર્માણનો એક સરસ સમય ચાલી રહ્યો છે ત્યારે શુભ આરંભ નામની મ્યુઝિકલ ગુજરાતી ફિલ્મનું સંગીત તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતુ. ફિલ્મ સંગીતના લોન્ચિંગ સમયે પણ ફિલ્મની પૃષ્ઠભૂમિને અનુસાર શરણાઈ વાદન થઈ રહ્યું હતું અને તે જ રીતે ફિલ્મનું સંગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

gujarati film

ફિલ્મના મ્યુઝિક કંપોઝર છે ઋષિ વકી, ફિલ્મની થીમ અરેન્જ મેરેજની આસપાસ ધબકે છે ગુજરાતી લગ્નની તમામ ઝાકળઝોળ, વિધિઓ ગરબા અને સંવેદનાઓ સાથે આ ફિલ્મમા સંગીતને રજૂ કરવામાં આવ્યુ છે વળી ફિલ્મમાં વિશેષ વાત એ છે કે આમા જાણીતા ગીતકાર સ્વાનંદ કિરેકિરે પ્રથમ વાર ગુજરાતી ગીત માટે પ્લે બેક કરી રહ્યા છે.

gujarati film

તે ઉપરાંત જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેની દીકરી ઇશાની દવે. કિર્તીદાન ગઢવી, દિવ્ય કુમાર જેવા પ્લેબેક સિંગર્સ પોતાનો સ્વર આપી રહ્યા છે. તેજમ ગીતો, જાણીતા કવિ તુષાર શુકલ, તેમજ લિરિસિસ્ટ ચિંતન રાવલ અને નિરેન ભટ્ટે લખ્યા છે. વળી પ્રથમ વાર એવા ઘટના બની છે કે આ ગુજરાતી ફિલ્મ ના ગીતો એફએમ ચેન્લસ પર પણ સાંભળવા મળશે.

gujarati film

ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર ઋષિ વકીલે જણાવ્યું હતું કે "આ ફિલ્મમાં તમે ટિપિકલ ગરબા નહીં સાંભળો પરંતુ આજના સમય પ્રમાણેના અને તેમ છતા સુગમ સંગીતને સાથે રાખીને ચાલતા સંગીતમય ગરાબ સાંભળશો જે સાંભળીને તમે તમારા પગને થરકતા અટકાવી નહી શકો."

શુભ આરંભના ગીતોના સંગીતમાં તમામ વાદ્યોનું રેકોર્ડિંગ મેન્યુઅલી થયું છે. સામાન્ય રીતે હાલમાં એવું થતું હોય છે કે ટેકનોલોજીને કારણે તમે ગિટાર, સિતાર, ઢોલક, તબલા વગેરે રોકેરેડિંગ કરી શકો છો પરંતુ અહીં દરેક પ્રકારન વાદ્યો વાધકારોએ વગાડ્યા છે અને તેનું રોક્ર્ડિંગ કરવામાં આવ્યું છે.

gujarati film

આ ફિલ્મ સાથે હર્ષ છાયા તેમજ પ્રાચી શાહ જેવા કલાકારો પણ સંકળાયેલા છે. આ પ્રસંગે ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

English summary
Gujarati Film "Shubh Aarambh" music launch

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.