For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંજેલિનાએ કર્યો વિરોધ, તો બાળકોએ ગણાવ્યાં ‘ગંધાતા પિતા’!

|
Google Oneindia Gujarati News

લંડન, 29 ઑક્ટોબર : હૉલીવુડ અભિનેતા બ્રૅડ પિટ ગંધાતા પિતા બની ગયાં છે? તેઓ સ્વચ્છ નથી રહેતાં? એવું અમે નથી કહેતાં, પણ તેમના બાળકો જ કહી રહ્યાં છે. બ્રૅડ પિટના છ બાળકો છે અને તેઓ તેમના પિતાની નવી આદત બાદ તેમને ગંધાતા પિતા કહેવા લાગ્યાં છે. એટલું જ નહીં, એંજેલિના જોલીએ પણ મંગેતરની આ નવી આદતનો વિરોધ કર્યો છે.

brad-angelina-children
હકીકતમાં વાત જાણે એમ છે કે બ્રૅડ પિટ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે. તેમણે સાબુનો ઉપયોગ બંધ કર્યો છે, કારણ કે તેમાં ઝેરી પદાર્થ ભળેલો હોય છે. 49 વર્ષીય બ્રૅડ પિટ સાબુની જગ્યાએ સફરજનના સિરકા, પાણી તથા લિંબુના મિશ્રણનો ઉપયોગ કરતા થયાં છે.

વેબસાઇટ ફીમેલફર્સ્ટ.કો.યૂકેના એક સૂત્રે જણાવ્યું - પિટ કહે છે કે તેમણે સાબુના ઝેરી પદાર્થો ખાસ તો કીટાણુરોધી સાબુ અંગે વાંચ્યું છે. તેમને લાગે છે કે સાબુના પ્રયોગથી માણસની ઉંમર જલ્દીથી વધેલી દેખાવા લાગે છે. જોકે બ્રૅડ પિટના બાળકો મેડૉક્સ (12), પૅક્સ (9), જાહરા (8), શિલોહ (7), નૉક્સ (5), વિવિએન (5) તથા તેમના મંગેતર એંજેલિના જોલી તેમની આ નવી આદતની તરફેણ નથી કરતાં. સૂત્રે જણાવ્યું - એંજેલિનાએ તેનો વિરોધ કર્યો છે. અહીં સુધી કે તેમના બાળકો પણ બ્રૅડ પિટને ગંધાતા પિતા કહેવા લાગ્યાં છે.

English summary
Hollywood Actor Brad Pitt is so concerned about the environment that he has reportedly stopped using soap because of the toxins used in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X