For Quick Alerts
For Daily Alerts
વિચિત્ર ફૅશન માટે જાણીતા ગાગાએ પહેર્યું ફ્લાઇંગ ડ્રેસ
લંડન, 12 નવેમ્બર : પોતાના વિચિત્ર ફૅશન માટે જાણીતા પૉપ ગાયિકા લૅડી ગાગા પોતાના નવા આલબમ આર્ટપૉપની લૉન્ચિંગ પાર્ટીમાં ફ્લાઇં ડ્રેસમાં નજરે પડ્યાં.
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ રવિવારે બ્રુકલિન નેવી યાર્ડમાં યોજાયેલ પાર્ટી દરમિયાન લૅડી ગાગાએ એવું ડ્રેસ પહેર્યું કે જે તેમની વિચિત્ર ફૅશન શૈલીને જ દર્શાવતુ હતું. ગાગાએ એવું ડ્રેસ પહેર્યું કે જે દુનિયાનું પ્રથમ ફ્લાઇંગ ડ્રેસ કહેવાઈ રહ્યું છે.લૅડી ગાગાએ પાર્ટીમાં હાજર લોકોને જણાવ્યું કે ટેકહૉસ દ્વારા ડિઝાઇન કરાયેલ આ ડ્રેસને ભવિષ્ય તેમજ આધુનિક યુવાપેઢીના પ્રતીક તરીકે સમર્પિત કરાયું છે. આર્ટપૉપ આલબમ સમગ્ર વિશ્વમાં સોમવારે લૉન્ચ કરવામાં આવ્યુ હતું.