મને પોર્નની લત લાગી, હોલીવુડ સૌથી મોટું વેશ્યાલય છે, જાણો કિમ કાર્દાશિયનના ભૂતપૂર્વ પતિએ આવુ કેમ કહ્યું?
હોલીવુડ રેપર અને કિમ કાર્દાશિયનનો પૂર્વ પતિ કેન્યે વેસ્ટ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે રેપર કેન્યે વેસ્ટ ફરી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે.
નવી દિલ્હી : હોલીવુડ રેપર અને કિમ કાર્દાશિયનનો પૂર્વ પતિ કેન્યે વેસ્ટ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે રેપર કેન્યે વેસ્ટ ફરી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. કેન્યે વેસ્ટે કબૂલ્યું છે કે તે પોર્નનો વ્યસની છે અને કહે છે કે તેનાથી તેનો પરિવાર બરબાદ થઈ ગયો છે. કેન્યે વેસ્ટે કિમ કાર્દાશિયન અને તેના પરિવારને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી છે. આ પોસ્ટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. કિમ કાર્દાશિયનની બહેન કાઈલી જેનરની ભૂતપૂર્વ સહાયક વિક્ટોરિયા વિલારોએલને સંબોધીને Instagram પર ઘણી પોસ્ટ કરી છે.

પોર્નોગ્રાફીએ મારો પરિવાર બરબાદ કર્યો
કેન્યે વેસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ પેજ સિક્સ અનુસાર, રેપર કેન્યે વેસ્ટે કાઈલી જેનરની ભૂતપૂર્વ સહાયક વિક્ટોરિયા વિલારોએલનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદમાં તેણે ડિલિટ કર્યો હતો. આ વીડિયોની પોસ્ટમાં કેન્યેએ કાઈલી અને કિમ વિશે લખ્યું છે. આ સાથે કેન્યે વેસ્ટે લખ્યું કે, હોલીવુડ સૌથી મોટું વેશ્યાલય છે. પોર્નોગ્રાફીએ મારા પરિવારનો નાશ કર્યો. હું પોર્ન અને ડ્રગ વ્યસન સાથે વ્યવહાર કરું છું, આ બધી વસ્તુઓ ઇન્સ્ટાગ્રામ પ્રમોટ કરે છે.

પ્લેબોય ફોટોશૂટ બિલકુલ ન કરો
કેન્યે વેસ્ટે તેની સાસુ ક્રિસ જેનર વિશે લખ્યું, જો કોઈ તમને પ્લેબોય ફોટોશૂટ કરાવે તો તમે બિલકુલ નહીં કરો. જે કિમ અને કાઈલીએ કરાવ્યુ હતું. તેથી જ હું કહું છું કે હોલીવુડ સૌથી મોટું વેશ્યાલય છે. હું પોતે પોર્નોગ્રાફીના વ્યસન સાથે સંઘર્ષ કરું છું. ઇન્સ્ટા તેનો વધુ પ્રચાર કરે છે.

હું મારી દીકરીઓ સાથે આવું બિલકુલ નહીં થવા દઉં
કેન્યે વેસ્ટે કહ્યું કે, હું મારી દીકરીઓ નોર્થ અને શિકાગો સાથે આવું નહીં થવા દઉં. તે તેની માતા જેવી નહીં હોય. મારા બાળકો મારી દીકરીઓ ડોંડા જઈ રહી છે, તેઓ શાળાએ નથી જતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2007માં કિમ કાર્દાશિયને પ્લેબોય મેગેઝીન સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તે જ સમયે કાઈલી જેનરે વર્ષ 2019 માં મેગેઝિન સાથે તેનું ફોટોશૂટ કરાવ્યું હતું.

બાળકો ક્યાં શાળાએ જશે તે નક્કી કરવાનો તમને અધિકાર નથી
કિમ કાર્દાશિયન સાથે દલીલ કરવા ઉપરાંત કેન્યે વેસ્ટ એક અજાણ્યા વ્યક્તિ સાથે પણ વાતચીત કરી રહ્યો હતો, જેનો સ્ક્રીનશોટ તેણે શેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ વાતચીત પણ કેન્યે અને કિમ વચ્ચેની છે. કેન્યે વેસ્ટે આ પોસ્ટને ડિલીટ કરી દીધી છે પરંતુ ત્યાં સુધીમાં તેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો હતો. આ વાતચીતમાં લખવામાં આવ્યું હતું કે, શું તમે પ્લીઝ રોકશો. આના જવાબમાં કેન્યેએ જવાબ આપ્યો, ના, અમારે અંગત રીતે વાત કરવાની જરૂર છે, બાળકો ક્યાં શાળાએ જાય છે તે નક્કી કરવાનો તમને કોઈ અધિકાર નથી.

તેને કહો કે મારું નામ લેવાનું બંધ કરે
કેન્યે વેસ્ટ દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટમાં, કિમ કેન્યેને તેની માતા વતી સંદેશ આપે છે, તેને કહો કે મારું નામ વારંવાર લેવાનું બંધ કરે. હું લગભગ 67 વર્ષનો છું. અને મને હંમેશા સારું લાગતું નથી, તે મને તણાવમાં લાવે છે. તેનો પણ કોઈ અંત નથી.

મારા બાળકો પ્લેબોય અને સેક્સ ટેપ નહીં કરે
કિમના મેસેજનો જવાબ આપતા કેન્યે વેસ્ટે લખ્યું, તને મારા કાળા બાળકો વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. મારા અશ્વેત બાળકો કઈ શાળામાં ભણશે તે મને કહેવાનો અધિકાર તમને કોણે આપ્યો? તેઓ પ્લેબોય અને સેક્સ ટેપ નહીં કરે. તમને તેના વિશે કહેવાનો કોઈ અધિકાર નથી. જો તમારામાં હિંમત હોય તો તમારા ક્લિન્ટન મિત્રોને કહો, મારી સામે બિલકુલ નહીં.

કિમ અને કેન્યેએ 2014માં લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે કિમ કાર્દાશિયન અને કેન્યે વેસ્ટના લગ્ન વર્ષ 2014માં થયા હતા. કિમ અને કેન્યેને ચાર બાળકો છે. તેમને બે દીકરીઓ છે, નોર્થ વેસ્ટ અને શિકાગો વેસ્ટ. તે જ સમયે, બંને પુત્રોના નામ સલામ વેસ્ટ અને સેન્ટ વેસ્ટ છે. લગ્નના 6 વર્ષ પછી, 2022માં કિમ અને કેન્યેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. બંનેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
