For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈશ્વિક કક્ષાએ સ્વીકારાશે બૉલીવુડ : ડ્ર્યૂ પીયર્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 એપ્રિલ : હૉલીવુડની મોસ્ટ અવેટેડ આયરન મૅન 3 ફિલ્મના સહ-કથાકાર ડ્ર્યૂ પીયર્સને આશા છે કે સિનેમાનો અંગ્રેજી બજાર ટુંકમાં જ બૉલીવુડને અપનાવી લેશે. બૉલીવુડમાં ક્રિશ જેવી મહાનાયકો ધરાવતી ફિલ્મોએ અંગ્રેજી સિનેમાના બજારમાં બૉલીવુડ માટે રસ્તા ખોલી આપ્યાં છે.

iron-man-3

પીયર્સે જણાવ્યું - મને આશા છે કે સિનેમાના પરમ્પરાગત અંગ્રેજી ભાષી બજારમાં ટુંકમાં જ બૉલીવુડ ફિલ્મો અપનાવામાં આવશે અને શક્ય છે કે સિનેમાના ક્ષેત્રે વધુમાં વધુ કામ કરવામાં આવે. વિજ્ઞાન અને ફંટાસી ફિલ્મો તેમજ મહાનાયકો ધરાવતી ફિલ્મોના નિર્માણમાં બૉલીવુડના ફિલ્મકારોના પ્રયત્નોના વખાણ કરતાં તેમણે જણાવ્યું - મને રા.વન તથા ક્રિશ જેવી મહાનાયકો ધરાવતી જુદી-જુદી વાર્તાઓ પસંદ પડી હતી.

તેમણે જણાવ્યું - આજે સિનેમાના ક્ષેત્રે ફિલ્મોની શૈલીઓની ભરમાર છે. આ એક નવી અને સારી વાત છે કે દિગ્દર્શકો તેમજ કથાકારો નવા પ્રભાવો તેમજ નવી યુક્તિઓ સાથે ફિલ્મોમાં પ્રયોગો કરી રહ્યાં છે. ફિલ્મોમાં નવાપણું તેમજ તાજગી લાવવા માટે નવા અભિનેતાઓ તેમજ કલાકારોને તક આપવી જોઇએ.

જોકે ડ્ર્યૂ પીયર્સ ભારતીય સિનેમાથી વધારે વાકેફ નથી. તેઓ કહે છે - મને રંગ દે બસંતી ફિલ્મ ખૂબ ગમી હતી. ઍ વેડનસડે ફિલ્મની વાર્તા મને સારી લગી અને ગૅંગ્સ ઑફ વાસેપુર પણ ખૂબ સારી ફિલ્મ હતી.

પોતાની આવનાર ફિલ્મ આયરમ મૅન 3 અંગે ડ્ર્યૂ પીયર્સ કહે છે - તેની વાર્તા લખતી વખતે મારે ખૂબ સાવધ તેમજ સતર્ક રહેવુ પડ્યું, કારણ કે હું અગાઉની આવૃત્તિઓ આયરન મૅન તથા આયરન મૅન 3ની ક્રેડિટ સામે કોઈ પણ પ્રકારનો જોખમ ખેડવો નહોતો માંગતો.

English summary
Drew Pearce, co-writer of forthcoming action movie "Iron Man 3", hopes English-speaking markets will increasingly embrace Bollywood, which offers superhero movies like "Krrish" that boast "different tones".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X