જસ્ટિન બીબર પહોંચ્યા મુંબઇ..Grand Welcomeની તૈયારીઓ પૂર્ણ

Written By:
Subscribe to Oneindia News

પૉપ્યૂલર સિંગર અને પરફોર્મર જસ્ટિન બીબર પોતાના કોન્સર્ટ માટે ભારત આવી ગયા છે. મંગળવારે સાંજે તેઓ મુંબઇ માં લેન્ડ થયા હતા. છેલ્લા ઘણા સમયથી જસ્ટિન બીબરની પર્પઝ ટૂર ચર્ચામાં છે, આ તેની પ્રથમ ભારત મુલાકાત છે. ભારતમાં પણ જસ્ટિન બીબરની વિશાળ ફેન ફોલોઇંગ છે.

સલમાનના બોડિગાર્ડ શેરા ડ્યૂટી પર હાજર

સલમાનના બોડિગાર્ડ શેરા ડ્યૂટી પર હાજર

જસ્ટિન બીબરની સુરક્ષા માટે સલમાન ખાનના વિશ્વાસુ બોડીગાર્ડ શેરાની નિમણુક થઇ છે, એરપોર્ટ પર જસ્ટિન બીબરને લેવા પહોંચેલ કારના કાફલા સાથે શેરા પણ જોવા મળ્યા હતા. આજે એટલે કે બુધવારે સાંજે 8 વાગે મુંબઇમાં જસ્ટિનનો કોન્સર્ટ યોજાનાર છે.

કોન્સર્ટ માટે ઉત્સાહિત બોલિવૂડ

કોન્સર્ટ માટે ઉત્સાહિત બોલિવૂડ

જસ્ટિન બીબરના ઓપનિંગ કોન્સર્ટમાં પરિણીતી ચોપરા અને શ્રદ્ધા કપૂર જોવા મળી શકે છે. આલિયા ભટ્ટ પણ હાજર રહેવાની હોવાના સમાચાર છે. આ શોના હોસ્ટિંગ માટે શાહરૂખ અને સલમાન હોડમાં છે, વળી મુકેશ અંબાણી પણ કોન્સર્ટ ઓપનિંગમાં હાજરી આપે એવી શક્યતાઓ છે.

પ્રાઇવેટ હેલિકૉપ્ટર

પ્રાઇવેટ હેલિકૉપ્ટર

જસ્ટિન બીબર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં મીડિયા અને લોકોના ટોળા જોવા મળ્યા હતા. તેમના સ્વાગત માટે સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત ગાડીઓનો કાફલો હાજર હતો. મુંબઇમાં ટ્રાફિકની સમસ્યા ઘણી હોવાને કારણે સાંજે કોન્સર્ટ માટે જસ્ટિન પ્રાઇવેટ હેલિકોપ્ટર દ્વારા હોટેલથી સ્ટેડિયમ પહોંચે એવી શક્યતા છે. કોન્સર્ટ 8 વાગે શરૂ થશે, જેમાં જસ્ટિન પોતાના અપકમિંગ આલ્બમ પર્પઝને પણ પ્રમોટ કરવાના હોવાનું કહેવાય છે.

જસ્ટિનનું ગ્રાન્ડ વેલકમ

જસ્ટિનનું ગ્રાન્ડ વેલકમ

જસ્ટિન બીબરના વેલકમ માટે ગ્રાન્ડ તૈયારીઓ કરવામાં આવી છે. આ શોના ઓર્ગેનાઇઝર વ્હાઇટ ફૉક્સ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ જૈનનું કહેવું છે કે, જસ્ટિન બીબર ખૂબ મોટા સ્ટાર છે અને તેમની ડિમાન્ડ પણ ખૂબ વધારે છે. અમે તેમના સ્વાગત માટે ખૂબ મહેનત કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે, જસ્ટિને ભારત આવતાં પહેલાં પોતાની ડિમાન્ડનું લિસ્ટ ઓર્ગેનાઇઝરને આપ્યું હતું.

ગ્રાન્ડ એન્ટ્રી

ગ્રાન્ડ એન્ટ્રી

જસ્ટિન બીબરના કોન્સર્ટમાં તેમની ગ્રાન્ડ એન્ટ્રી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેજની વચ્ચોવચ એક વેલવેટ કાઉચ મુકવામાં આવ્યું છે, જેની પર બેસી જ્સટિન કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ પર પર્ફોમ કરશે. જસ્ટિન બીબર તથા 25 ડાન્સર્સની ટીમ 8 વાગે સ્ટેજ પર હાજર થશે અને 90 મિનિટ સુધી પર્ફોમ કરશે. ડાન્સર્સની સાથે શાનદાર ડીજે ટીમ પણ હશે.

પર્સનલ વિલા

પર્સનલ વિલા

જે હોટલમાં જસ્ટિનનું રોકાણ છે, એ હોટલને સંપૂર્ણ રીતે જસ્ટિનના પ્રાઇવેટ વિલામાં ફેરવી નાંખવામાં આવી છે. એક લિફ્ટ ખાસ જસ્ટિન અને તેમની ટીમના ઉપયોગ માટે બ્લોક કરવામાં આવી છે. તેમના પર્સનલ સ્વિટમાં તેમના મનપસંદ ભોજન અને ખાણી-પીણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જસ્ટિનની ડિમાન્ડ

જસ્ટિનની ડિમાન્ડ

ભોજનમાં જસ્ટિનની માંગણીનું લિસ્ટ કંઇ આ પ્રમાણે છે, તેમના વેજિટેબલ્સમાં રેન્ચ સૉસ, કટ ફ્રૂટ્સ, ઓર્ગેનિક કેળા, બિયા વગરની દ્રાક્ષ ઉમેરવામાં આવે. સ્નેક્સમાં ઑર્ગેનિક ટર્કી, લેટસ તથા બેક સ્ટેજ વ્હાઇટ સ્લાઇસ્ડ બ્રેડ, પોટેટો ચિપ્સ, મિંટ, વોટરમેલન ગમ, વિનેહપ ચિપ્સ, ઑર્ગેનિક ડ્રાઇડ ફ્રૂટ અને પિનટ્સની માંગ કરી છે.

સોના-ચાંદીની પ્લેટમાં ડિનર

સોના-ચાંદીની પ્લેટમાં ડિનર

જસ્ટિનને ભારત મુલાકાતના પહેલા દિવસે રાજસ્થાનથી આવેલ શાહી મહારાજોનું પસંદિત ભોજન પીરસવામાં આવશે. આ ડિનર માટે ખાસ સોના અને ચાંદીની પ્લેટ્સ બનાવવામાં આવી છે, જેની પર જસ્ટિન તથા તેની ટીમનું નામ એનગ્રેવ કરવામાં આવ્યું છે. જસ્ટિન ભારતીય વાનગીઓના શોખીન છે, ભારતના 29 રાજ્યોનું પ્રિતિનિધિત્વ કરતાં વ્યંજન તેમને પીરસવામાં આવશે. ડિનરને ખાસ બનાવવા માટે બેકગ્રાઉન્ડમાં સારંગીવાદક પરંપરાગત સંગીત વગાડશે.

કોન્સર્ટ બાદ જસ્ટિનનો પ્રોગ્રામ

કોન્સર્ટ બાદ જસ્ટિનનો પ્રોગ્રામ

પોતાના કોન્સર્ટ સિવાય જસ્ટિન મુંબઇમાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં હાજર રહેશે. આ પાર્ટીઝમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ અને અનેક સ્ટાર કિડ્સ હાજર રહે એવી સંભાવના છે. આ સિવાય તે કરણ જોહરના શો કોફી વિથ કરણની સિઝન 6માં પણ દેખા દેશે એવી ચર્ચાઓ છે. 11 અને 12 મેના રોજ જસ્ટિન પોતાની ટીમ સાથે દિલ્હી, આગ્રા અને જયપુર જાય એવી સંભાવના છે.

English summary
Justin Bieber landed in Mumbai for his purpose tour.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.