
સેક્સ ડાયેટ કરનાર કિમ બન્યાં ક્યૂટ બેબી ગર્લના માતા
મુંબઈ, 17 જૂન : અમેરિકન ટેલીવિઝન સ્ટાર તથા સેક્સ બૉમ્બ તરીકે જાણીતા કિમ કાર્દશિયન હવે એક સુંદર બાળકીના માતા બની ગયાં છે. ઈ-ઑનલાઇનના જણાવ્યા મુજબ કિમે બેવર્લી હિલ્સ ખાતે આવેલ સેધર્સ સિનાઈ મેડિકલ સેંટરમાં પુત્રીને જન્મ આપ્યો. તે વખતે તેમની સાથે રૅપર પ્રેમી કૅન્યે વેસ્ટ પણ હાજર હતાં. કિમને પાંચ અઠવાડિયા વહેલી ડિલીવરી થઈ. કિમની પુત્રી એકદમ પોતાના માતા જેવી છે અને તેનું પણ માતા-પિતાની જેમ કે અક્ષરથી જ શરૂ થશે.
નોંધનીય છે કે સેક્સ ડાયેટ દ્વારા કામણગારી કાયા પામનાર અમેરિકી હૉટ ટેલીવિઝન સ્ટાર કિમ કાર્દશિયને પોતાના પ્રેમી કૅન્યે વેસ્ટની બાળકીને જન્મ આપ્યો છે. કિમ કાર્દશિયન માતા બનનાર છે, તેવો ખુલાસો તેમના પ્રેમી કૅન્યે વેસ્ટે જ કર્યો હતો કે જેથી કિમ અંગે લોકો વધુમાં વધુ જાણવા આતુર થઈ ગયા હતાં. લોકો બિંદાસ્તપણે કિમની સેક્સ સીડી ખરીદી રહ્યાં હતાં. કોઇક સેલિબ્રિટીના ગર્ભવતી હોવા પર તેની સેક્સ સીડીનું વેચાણ થવું ખૂબ જ રસપ્રદ હતું. આ વેચાણે રેકૉર્ડ તોડી નાંખ્યા હતાં.
આ અગાઉ 32 વર્ષીય કિમ કાર્દશિયન અને તેમના બાસ્કેટબૉલ ખેલાડી પતિ ક્રિસ હમ્ફીઝ વચ્ચે લગ્નના માત્ર 72 દિવસમાં જ બ્રેક-અપ થઈ ગયુ હતું. બાળકને જન્મ આપ્યા બાદ કિમ કૅન્યે વેસ્ટ સાથે લગ્ન કરી લેશે, તેમ પોતે કિમે જ કહ્યુ હતું. કિમ માતા તો બની ગયાં, જોઇએ હવે તેઓ દુલ્હન ક્યારે બને છે?