Oscar 2023 : વિલ સ્મિથની થપ્પડનો ડર, ક્રિસ રોક ઓસ્કાર 2023 નહીં કરે હોસ્ટ
ક્રિસ રોકે ઓસ્કાર 2023 હોસ્ટ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. શું તમને 94માં એકેડેમી એવોર્ડ્સ દરમિયાન થપ્પડકાંડ યાદ છે?
Oscar 2023 : ક્રિસ રોકે ઓસ્કાર 2023 હોસ્ટ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. શું તમને 94માં એકેડેમી એવોર્ડ્સ દરમિયાન થપ્પડકાંડ યાદ છે? હા એ જ ઘટના જ્યારે અભિનેતા વિલ સ્મિથ સ્ટેજ પર આવ્યો અને હાસ્ય કલાકાર અને અભિનેતા ક્રિસ રોકને ગાલ પર થપ્પડ મારી દીધી હતી!
બસ આ જ વિવાદને કારણે, ક્રિસ રોકે 2023માં યોજાનારા ઓસ્કાર એવોર્ડ સમારોહને હોસ્ટ કરવાનો ઇન્કાર કર્યો હતો. જો કે વિલ સ્મિથે ક્રિસ રોકની માફી પણ માગી હતી પરંતુ, કદાચ ક્રિસ રોક આ ઘટનાને ભૂલી શક્યો નથી.

જાણો ક્રિસે શું કહ્યું?
એરિઝોના રિપબ્લિક અનુસાર, રવિવારના રોજ ફોનિક્સ, એરિઝોનામાં એરિઝોના ફાઇનાન્સિયલ થિયેટરમાં કોમેડી શો દરમિયાન ક્રિસે આઘટસ્ફોટ કર્યો હતો. ઓસ્કાર 2023 માટે હોસ્ટિંગ પ્રસ્તાવની ચર્ચા કરતા, ક્રિસ રોકે જણાવ્યું હતું કે, કોઈને તે જ સ્થળ પર જવાનું કહેવા જેવુંજ છે, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

વિલ સ્મિથને શા માટે થપ્પડ મારી?
ઓસ્કાર 2022ના દરમિયાન વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથની હેરસ્ટાઇલની મજાક ઉડાવીને ક્રિસે તેની ઓસ્કાર ગિગની શરૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જાડાને બીમારીના કારણે આ સ્થિતિ થઈ હતી. તેથી વિલ તેની પત્ની પર કરેલી મજાક સંભાળી શક્યો નહીં અને સ્ટેજ પરક્રિસને થપ્પડ મારી દીધી હતી. વિવાદ વધતાં વિલે બે વાર માફી માંગી છે, પરંતુ ક્રિસ વિલની થપ્પડને ભૂલી શકતો નથી.

વિલ સ્મિથે માફી માંગી અને કહ્યું...
માફીના વીડિયોમાં વિલે કહ્યું કે, હું રોકની માફી માંગવા ગયો હતો, પરંતુ તે વાત કરવા માટે તૈયાર ન હતો. હું મીડિયા દ્વારા ક્રિસને કહેવામાંગુ છું, હું તમારી માફી માંગુ છું. મારું વર્તન અસ્વીકાર્ય હતું. તમે તૈયાર છો. વાત કરો પછી હું આવીને તમારી માફી માંગીશ.












Click it and Unblock the Notifications
