બ્રેકિંગ ડાઉન 2 સાથે ખતમ થશે બેલા-એડવર્ડની લવ સ્ટોરી
મુંબઈ, 20 નવેમ્બર : એક એવી પ્રણય કથા કે જેવી કોઈએ સ્વપ્નમાં પણ નહિં સાંભળી હોય. એક વૅમ્પાયર સાથે એક સામાન્ય યુવતીનો અતૂટ પ્રેમ આ વાર્તાનો સૌથી અલગ અને એક અવિશ્વસનીય ભાગ છે. ટ્વિલાઇટના ફર્સ્ટ પાર્ટથી શરૂ થયેલ આ અનોખી લવ સ્ટોરી ભારતમાં આજે એટલે કે 20મી નવેમ્બરે રિલીઝ થયેલ તેના પાંચમા ભાગ એટલે કે બ્રેકિંગ ડાઉન 2 સાથે ખતમ થઈ જશે અને આ સાથે જ બેલા સ્વાન તેમજ એડવર્ડ કુલિનનો સાથ પણ હંમેશા માટે દર્શકોથી છુટી જશે
વર્ષ 2008માં ટ્વિલાઇટની પ્રથમ સિરીઝ શરૂ થઈ હતી. તેમાં કિસ્ટન સ્ટિવર્ટે બેલા અને રૉબર્ટ પૅટિન્સને એડવર્ડ કુલિનનો રોલ કર્યો છે. સાથે જ ટેલર લૉટનરે જૅકબની ભૂમિકા ભજવી છે. આ તમામ પાત્રો કરતાં-કરતાં ત્રણે એક્ટર્સ તેમની સાથે એટલા બધા જોડાઈ ગયાં છે કે હવે આ સિરીઝ ખતમ થવાનો સમય નજીક આવતાં તેમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે.
ગત 17મી નવેમ્બરે ટ્વિલાઇટનો છેલ્લો ભાગ બ્રેકિંગ ડાઉન 2 વિદેશોમાં રિલીઝ થઈ છે અને ભારતમાં તે આજે એટલે કે 20મી નવેમ્બરે રિલીઝ થઈ છે. બેલા તેમજ સ્વાનની આ પ્રણય કથાએ પોતાની પ્રથમ સિરીઝથી જ બૉક્સ ઑફિસે ખૂબ ધમાલ મચાવી છે.
જોઇએ ટ્વિલાઇટ સિરીઝનો આ છેલ્લો ભાગ બૉક્સ ઑફિસે શું ધમાવ મચાવે છે. હાલ જોઇએ બ્રેકિંગ ડાઉન પાર્ટ 2ની એક તસવીરી ઝલક.

સપનાના રાજકુમાર-રાજકુમારી
ટ્વિલાઇટથી શરૂ થયેલ બેલા સ્વાન તેમજ એડવર્ડ કુલિનની પ્રણય કથાએ લાખો લોકોને પોતાનું બનાવી લીધું. આ બંનેની જોડી દરેકને એટલી બધી ગમી કે દરેક છોકરીના સપનાનો રાજકુમાર એડવર્ડ તેમજ દરેક છોકરાના સપનાની રાજકુમારી બેલા બની ગઈ.

વૅમ્પાયર બની બેલા
બેલા એક સામાન્ય યુવતી તેમજ એડવર્ડ એક વૅમ્પાયર છે. બેલા એડવર્ડને ખૂબ ચાહે છે અને તેને કાયમ માટે પામવા પોતે વૅમ્પાયર બનવું મંજૂર કરી લે છે.

રીયલ લવર
ક્રિસ્ટન સ્ટીવર્ટ અને રૉબર્ટ રીયલ લાઇફમાં પણ એક-બીજાને પ્રેમ કરે છે. બંને ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં છે.

ભારતને પણ ગમી પ્રણય કથા
વર્ષ 2008માં પહેલી વાર ટ્વિલાઇટ થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી. રિલીઝ થતાં જ આ સિરીઝે બૉક્સ ઑફિસે આગ લગાડી દીધી. માત્ર વિદેશોમાં જ નહિં, પણ આ અનોખી પ્રણય-કથા ભારતમાં પણ સૌની પસંદગી બની ગઈ.

દુઃખી છે એક્ટર્સ
ગત 17મી નવેમ્બરે વિદેશોમાં અને આજે ભારતમાં રિલીઝ થયેલ આ સિરીઝનો છેલ્લો ભાગ છે. આ સિરીઝ ખત્મ થતા ફિલ્મના તમામ એક્ટરો ખૂબ દુઃખી પણ છે, કારણ કે પોત-પોતાના પાત્રો સાથે અત્યાર સુધી આ ત્રણે એક્ટરોનો ખૂબ જોડાણ થઈ ગયું છે.

જુદા ન કરી શક્યાં
એડવર્ડ અને જૅકબ બંને બેલાને પ્રેમ કરે છે, પરંતુ બેલા એડવર્ડ સાથે પ્રેમ કરે છે. જૅકબ બેલાનો ખૂબ સારો મિત્ર છે અને તે ઇચ્છે છે કે બેલા એડવર્ડથી દૂર થઈ જાય, પરંતુ બેલા અને એડવર્ડને કોઈ અલગ કરી શક્યા નહિં.

પુત્રીને જન્મ
ફિલ્મના આ છેલ્લા ભાગમાં બેલા એડવર્ડની વ્હાલી પુત્રીને જન્મ આપે છે અને તેને બચાવવા એડવર્ડ તેને પણ વૅમ્પાયર બનાવી દે છે.

ન સમજી શકાય તેવો સંબંધ
બેલા વૅમ્પાયર બન્યા બાદ તેની પુત્રીની સંભાળ જૅકબ રાખે છે. જૅકબ અને બેલાની પુત્રી વચ્ચે કઈંક એવો સંબંધ બંધાઈ જાય છે કે જેને કોઈ સમજી શકતું નથી.

સુંદર તક
ક્રિસ્ટન સ્ટીવર્ટે જણાવ્યું કે ટ્વિલાઇટ ફિલ્મમાં કામ કરવું તેમના જીવની સૌથી સુંદર તક હતી.












Click it and Unblock the Notifications
