For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્મી ઍવૉર્ડ્સમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા ટીના

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 26 સપ્ટેમ્બર : 65માં વાર્ષિક પ્રાઇમ ટાઇમ એમ્મી ઍવૉર્ડ્સ સમારંભમાં કૉમેડી શ્રેણી માટે સર્વશ્રેષ્ઠ લેખનનો ઍવૉર્ડ લેવા પહોંચેલા અભિનેત્રી-લેખિકા ટીના ફે ત્યારે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં કે જ્યારે તેમનું ગાઉન થોડુક ઢીલું થઈ સરકી ગયું.

tinafeyandamypoehler

હૉલીવુડલાઇફ.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ ટીના 30 રૉક શો માટે ઍવૉર્ડ લેવા માટે ટ્રેસી વિગફીલ્ડ સાથે પહોંચ્યાં, પરંતુ તેઓ પોતાનું સ્વીકૃતિ વક્તવ્ય આપે, તે પહેલા જ તેમનું પોશાક ઉપરથી થોડુક ઢીલું થઈ સરકી ગયું અને તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં. 43 વર્ષીય ટીનાએ આસમાની રંગનું નારસિસ્કો રૉડરિગ્ઝ હોલ્ટર ગાઉન પહેર્યુ હતું.

નોંધનીય છે કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યુ હતું. નેલ્સન કમ્પની દ્વારા જાહેર કરાયેલા સર્વે મુજબ આ વર્ષે આ કાર્યક્રમ 1 કરોડ 76 લાખ દર્શકોએ માળ્યું અને આ સાથે જ ગત આઠ વર્ષોમાં આ વખતે આ કાર્યક્રમને સૌથી વધુ દર્શકોએ નિહાળ્યું છે. સમાચાર એજંસી સિન્હુઆના જણાવ્યા મુજબ 2005 બાદ આ વખતે સૌથી વધુ દર્શકો મળ્યાં છે. 2005માં 1 કરોડ 86 લાખ લોકોએ આ કાર્યક્રમ જોયુ હતું.

ગત વર્ષે નીલ પૅટ્રિક હૅરિસે એમ્મી ઍવૉર્ડ્સ કાર્યક્રમની યજમાની કરીત અને એબીસી ચૅનલ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવ્યુ હતું. ગત વર્ષે 1 કરોડ 33 લાખ લોકો આ કાર્યક્રમના દર્શકો બન્યા હતાં.

English summary
Actress-writer Tina Fey suffered malfunction when she wnet to accept her award for best writing for a comedy series at the 65th Primetime Emmy Awards here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X