For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RIP Praveen Kumar : હવે નથી રહ્યા મહાભારતના 'ભીમ', પ્રવીણ કુમારનું નિધન

વધુ એક દુ:ખદ સમાચારે લોકોને ફરીથી દુઃખી કરી દીધા છે. બીઆર ચોપરાના ઐતિહાસિક શો મહાભારતમાં 'ભીમ'નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

|
Google Oneindia Gujarati News

RIP Praveen Kumar : સ્વરકોકિલા લતા મંગેશકરના મૃત્યુના દુઃખમાંથી દેશ હજૂ બહાર આવ્યો ન હતો કે, હજૂ વધુ એક દુ:ખદ સમાચારે લોકોને ફરીથી દુઃખી કરી દીધા છે. બીઆર ચોપરાના ઐતિહાસિક શો મહાભારતમાં 'ભીમ'નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રવીણ કુમાર સોબતી લાંબા સમયથી બીમારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી મનોરંજન જગત ફરી એકવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

પ્રવીણ કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત એક ખેલાડી તરીકે કરી હતી

પ્રવીણ કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત એક ખેલાડી તરીકે કરી હતી

ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કુમારે પોતાના કરિયરની શરૂઆત એક ખેલાડી તરીકે કરી હતી. પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રોનો એથલીટ છે. તેણે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો.

રમતમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે તેમને અર્જુન એવોર્ડથી પણસન્માનિત કરવામાં આવ્યા હતા. તેને સરકાર તરફથી BSFમાં નોકરી મળી, જ્યાં તેણે થોડા દિવસ કામ કર્યા બાદ નોકરી છોડી દીધી અને તેણે એક્ટિંગમાં ઝંપલાવ્યુંહતું.

ઘણી ફિલ્મોમાં એક્શન સીન કર્યા

ઘણી ફિલ્મોમાં એક્શન સીન કર્યા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રવીણે તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ સાઈન કરવાનું યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે તે એક ટૂર્નામેન્ટ માટે કાશ્મીરમાંહતા, ત્યારે તે પ્રવીણ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રવિકાંત નાગાયચને મળ્યા હતા, પરંતુ તે ફિલ્મમાં તેની પાસે કોઈ ડાયલોગ ન હતો. ત્યારપછી તેમણે ઘણી ફિલ્મોમાંએક્શન સીન કર્યા, પરંતુ તેમણે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'શહેનશાહ'માં મુખ્તાર સિંહના રોલથી લોકપ્રિયતા મેળવી હતી.

લોકો તેમને ભીમ કહીને બોલાવતા

લોકો તેમને ભીમ કહીને બોલાવતા

આ સિવાય પ્રવીણે 'કરિશ્મા કુદરત કા', 'યુદ્ધ, જબરદસ્ત, સિંહાસન, ખુદગર્જ, લોહા, મોહબ્બત કે દુશ્મન, ઇલાકા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે બીઆર ચોપરાનામહાભારત શોમાં ભીમનું પાત્ર ભજવીને અમર થઈ ગયા, તે જ્યાં પણ ગયા ત્યાં લોકો તેમને ભીમ કહીને બોલાવતા હતા.

આર્થિક તંગીનો ભોગ બન્યા હતા પ્રવીણ કુમાર

જો કે, આટલી લોકપ્રિયતા મેળવ્યા બાદ પણ 6 ફૂટ 6 ઇંચના પ્રવીણ કુમારના છેલ્લા દિવસો આર્થિક સંકટમાં વિતતા તેમણે સરકાર પાસે મદદની વિનંતી પણ કરી હતી.

સરકારે તેમને પેન્શન આપ્યું નથી

સરકારે તેમને પેન્શન આપ્યું નથી

ગયા વર્ષે એક મીડિયા વેબસાઈટ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તે કરોડરજ્જુની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, તમામ એશિયન ગેમ્સ કે મેડલવિજેતાઓને પેન્શન આપવામાં આવે છે, પરંતુ સરકારે તેમને પેન્શન આપ્યું નથી. આ માટે તેમણે ઘણી વખત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પ્રવીણ કુમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

2013માં પ્રવીણે રાજકારણમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો અને દિલ્હીના વઝીરપુર મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી,પરંતુ હારી ગયા હતા. આ હાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

English summary
RIP Praveen Kumar: 'Bhim' of Mahabharata is no more, Praveen Kumar has passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X