કેબીસીમાં મચશે ‘ધૂમ’, આમિર-કાજોલ-કૌટિલ્ય આવશે!
મુંબઈ, 27 ઑક્ટોબર : સુપર સ્ટાર આમિર ખાન તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિના સેટ ઉપર હતાં. અહીં તેમણે પોતાની આગામી ફિલ્મ ધૂમ 3 વિશે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ચર્ચા કરી. કેબીસીના સેટ પર કાજોલ પણ આવવાના છે અને ખાસ ઉદ્દેશ સાથે રમશે.

દરમિયાન અભિનેત્રી કાજોલ બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે કેબીસીના સેટ ઉપર આવશે. કાજોલ દ્વારા જીતવામાં આવનાર તમામ રકમ બાળકોના પરોપકાર ઉપર ખર્ચ કરવામાં આવશે. બિગ બીએ લખ્યું - હસીન કાજોલ કાલે સેટ ઉપર આવશે અને એક ખાસ નિમિત્ત માટે રમશે. ત્રણ દિવસીય બાળ દિવસની ઉજવણી 8મી નવેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન હૉટ સીટ ઉપર ઇન્ડિયન આઇડલ જૂનિયરના ફાઇનલિસ્ટ પણ જોવા મળશે. ઉપરાંત ગૂગલ બૉય કૌટિલ્ય પંડિત પણ કેબીસી કાર્યક્રમમાં દેખાવાનાં છે.












Click it and Unblock the Notifications
