બિગ બોસ 10 માં પૂરો થશે પરિવાર.. પિતા-પુત્ર બાદ મા ની એંટ્રી

Subscribe to Oneindia News

ટીવીની ગલીઓમાં હમણા એક સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે કે અક્ષરા ઉર્ફે હિના ખાન જલ્દી બિગ બોસ સિઝન 10 માં નજરે પડી શકે છે. જો કે હજુ સુધી આ સમાચાર પર મોહર લગાવાઇ નથી. હમણાથી બિગ બોસની ટીઆરપીમાં ભારે ઘટાડો થઇ રહ્યો હતો જેનો ગુસ્સો સલમાન ખાને વીકેંડના વારમાં પ્રતિયોગીઓ ઉપર કાઢ્યો. એવામાં શો ને ચટપટો બનાવવા માટે હિના ખાન વાઇલ્ડ કાર્ડ એંટ્રી લઇ શકે છે.

akshara 1


તમને જણાવી દઇએ કે બિગ બોસ સિઝન 10 માં પહેલેથી જ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ના બે સભ્યો હાજર છે- કરણ મહેરા અને રોહન મહેરા, જેમણે આ શો માં પિતા પુત્રની ભૂમિકા ભજવી હતી. એવામાં જો હિના ખાનની એંટ્રી થાય તો બિગ બોસની અંદર યે રિશ્તા ક્યા કહેલાતા હે નો આખો પરિવાર પૂરો થઇ જશે.

karan


ઉલ્લેખનીય છે કે સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' માં અક્ષરાની મોત થવાની છે અને ત્યારબાદ અક્ષરા એટલે કે હિના ખાન હવે ક્યારેય આ સીરિયલમાં નહિ દેખાય. સીરિયલમાં હિના ખાનના હટવાનું કારણ કંઇ બીજુ નહિ પરંતુ શોમેકર્સ સાથે તેનો ઝઘડો છે.

akshara 2


તેને બહાર કાઢવા માટે હવે શો માં હિનાના કેરેક્ટર એટલે કે અક્ષરાની મોત બતાવવી જરુરી છે. પ્રોડ્યુસર અને સીરિયલના રાઇટર અને ચેનલે મળીને એ નિર્ણય કર્યો છે કે 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' માંથી હવે અક્ષરાના કેરેક્ટરને ખતમ કરી દેવામાં આવશે.

akshara 3


સીરિયલની સ્ટોરી મુજબ હવે અક્ષરાને મારી દેવામાં આવશે. અક્ષરાની મોત ઉંચા પહાડ પરથી પાણીમાં પડવાને કારણે થશે. આ તરફ આ મામલે અક્ષરા ઉર્ફે હિના ખાનનું કહેવુ છે કે આમા મારુ કામ એટલુ જ છે જેટલુ ન્યૂ જનરેશનનું છે. જો મારે મારી વાત મનાવવી હોત તો પછી હું જ હોત દરેક જગ્યાએ. હું પણ ઘણી દુવિધામાં છુ. જો કે હું નવી તકો માટે પોતાને તૈયાર કરી રહી છુ.

English summary
After karan mehra and rohan mehra Hina khan will be the part of Salman Khans Bigg Boss 10
Please Wait while comments are loading...