મજાનો રિયલિટી શો હોય તો જજ બનીશ : અજય

મુંબઈ, 6 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેતા અજય દેવગણે જણાવ્યું છે કે તેઓ નાના પડદે રિયલિટી શોમાં જજ બનવા માંગે છે, પરંતુ જો કાર્યક્રમ રસપ્રદ હોવું જોઇએ, તો જ તેઓ આ અંગે વિચારશે. જોકે વર્ષ 2008માં અને ગત વર્ષે પણ અજય દેવગણ ટીવી ચૅનલ લાઇફ ઓકેના કાર્યક્રમ રામલીલા-અજય દેવગણ સાથેમાં રજુઆતકર્તાની ભૂમિકા ભજવી ચુક્યાં છે.

ajay-devgan

ટેલીવિઝન રિયલિટી કાર્યક્રમ નચ બલિયેના સેટ પર અજયે જણાવ્યું - આ તે બાબત ઉપર અવલમ્બે છે કે કાર્યક્રમ કયા પ્રકારનું છે. શું તે મારા માટે સારૂં રહેશે? શું મને ગમશે? જો કાર્યક્રમમાં થોડીક એવી બાબતો હોય કે જે મને ખૂબ પસંદ પડી જાય, તો હું જરૂર કરવા માંગીશ.

અજય દેવગણે વર્ષ 2008માં પારિવારિક રિયલિટી કાર્યક્રમ રૉક એન્ડ રોલ ફૅમિલીમાં પત્ની કાજોલ તથા સાસુ તનુજા સાથે જજની ભૂમિકા ભજવી હતી. હાલ અજય દેવગણ સાજિદ ખાન દિગ્દર્શિત હિમ્મતવાલા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં અનેક ફિલ્મી હસ્તીઓ ટીવી કાર્યક્રમોમાં જજ બની આવી રહી છે. જેમાં શિલ્પા શેટ્ટી (નચ બલિયે), તુષાર કપૂર, જિતેન્દ્ર તથા નેહા ધુપિયા (નૌટંકી) તથા સુહૈલ ખાન (કૉમેડી સર્કસ)નો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X