For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KBCમાં રજિસ્ટ્રેશન માટે અમિતાભ બચ્ચને પૂછ્યો છઠ્ઠો સવાલ

KBCમાં રજિસ્ટ્રેશન માટે અમિતાભ બચ્ચને પૂછ્યો છઠ્ઠો સવાલ

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવીના પોપ્યુલર ગેમ શો કૌન બનેગા કરોડપતિની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર હાજર છે. કેબીસી 11નું રજિસ્ટ્રેશન 1મે રાત્રે 9 વાગ્યે શરૂ થઈ ચૂક્યું છે. શો માટે અપ્લાય કરવા માટે સતત સવાલ જાહેર કરવામાં આવી રહ્યા છે. પહેલો સવાલ બુધવારે 1લી મેના રોજ પૂછવામાં આવ્યો. જણાવી દઈએ કે આ સવાલની સાથે જ રજિસ્ટ્રેશનની શરૂઆત પણ થઈ ગઈ હતી. આ સિલસિલામાં નવો સવાલ પણ પૂછી લેવામાં આવ્યો છે.

વીડિયો જાહેર કરી છઠ્ઠો સવાલ કર્યો

વીડિયો જાહેર કરી છઠ્ઠો સવાલ કર્યો

6ઠ્ઠી મેના રોજ રાત્રે 9 વાગ્યે સોની ટીવીએ ટ્વિટર પર એક વીડિયો જાહેર કરી છઠ્ઠો સવાલ કર્યો હતો. વીડિયોમાં અમિતાભ બચ્ચન સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે. સવાલ પૂછતા પહેલા અમિતાભ બચ્ચને કહ્યું કે- ભણતર બાળપણમાં સમાપ્ત થઈ જાય છે પરંતુ જ્ઞાન દરેક ઉંમરમાં સન્માન અપાવે છે. જે બાદ અમિતાભને સવાલ જણાવ્યો. સવાલ હતો કે આમાંથી કયું વરઘોડિયું એક જ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે? જેના ઓપ્શન હતા A)- પ્રતિમા સિંહ, ઈશાંત શર્મા B) સાનિયા મિર્જા, શોએબ મલિક C) દીપિકા પલ્લીકલ, દિનેશ કાર્તિક D) સાઈના નેહવાલ, પી કશ્યપ

SMSથી આપો જવાબ

SMSથી આપો જવાબ

ભાગ લેવા માટે એસએમએસ દ્વારા યૂઝર્સે પોતાના એસએમએસમાં KBC લખવાનું રહેશે પછી સ્પેસ આપી પોતાની ઉંમ લખવાની છે. જે બાદ સ્પેસ આપી તમારી ઝેન્ડર બતાવવાની રહેશે. ઉદાહણ તરીકે જો તમે 25 વર્ષીય પુરુષ છો તે KBC 25 M લખી 509093 પર મોકલવાનું છે.

એપ્લિકેશન દ્વારા જવાબ આપો

એપ્લિકેશન દ્વારા જવાબ આપો

એપ્લિકેશન દ્વારા જવાબ આપવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં સોની લિવ એપ ઈન્સ્ટોલ કરવાની છે. જે બાદ કેબીસીના રજિસ્ટ્રેશનવાળા વિકલ્પ પર જઈ માંગવામાં આવેલ તમામ જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. જે બાદ તમે સાચો જવાબ આપી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારે થશે દયાભાભીની વાપસી? જાણોતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારે થશે દયાભાભીની વાપસી? જાણો

English summary
amitabh bachchan asked sixth question for kbc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X