અંજના પદ્મનાભન બની ઇન્ડિયન આઇડલ જૂનિયર

મુંબઈ, 2 સપ્ટેમ્બર : રવિવારે રાત્રે સોની ચૅનલ ઉપર ઉજવણીની રાત હતી, કારણ કે ઇન્ડિયન આઇડલ જૂનિયરનો ગ્રાન્ડ ફિનાલે હતો. આ ગ્રાન્ડ ફિનાલે આઈટી સિટી બેંગલુરૂની અંજના પદ્મનાભને જીત્યો. અંજનાએ પોતાના સુરમયી અવાજ દ્વારા ઇન્ડિયન આઇડલના જજોના જ નહીં, પણ દેશની જનતાના દિલ પણ જીત્યાં કે જેણે અંજનાને ભારે મતો આપ્યાં.

amitabh-bachchan-anjana

માત્ર દસ વરસની વયે પોતાની કળાની કમાલ દાખવનાર અંજનાને ઇન્ડિયન આઇડલ વિજેતા બનવા બદલ 25 લાખ રુપિયા, એક નિસાન કાર, પાંચ લાખ રુપિયાની એફડી આપવામાં આવી. પ્રાયોજકોએ પણ અંજનાને 2 લાખ રુપિયા આપ્યાં. અંજનાને ખિતાબની ટ્રૉફી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા આપવામાં આવી.

અમિતાભ બચ્ચને અંજનાને આશીર્વાદ આપ્યાં. સોની ઉપર શરૂ થયેલ આ શોમાં 86 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. અંજનાએ પોતાના વિજય ઉપર ખુશી વ્યક્ત કરી અને તેનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો. આ ફાઇલનમાં દેવાંજના મિત્રા પ્રથમ રનર-અપ રહી તથા અનમોલ જસવાલ તેમજ નિર્વેશ દવે સેકેંડ રનર-અપ રહ્યાં. અંજના પદ્મનાભન દેશની પ્રથમ ઇન્ડિયન આઇડલ જૂનિયર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X